Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

લોકો વિકાસના કામોમાં રોડા નાખવાનું બંધ કરી દે...!:વાંસદામાં હર્ષ સંઘવીએ અનંત પટેલને સંબોધી કહ્યું- રાજનીતિ પોતાની જગ્યાએ, વિકાસના કામોમાં રાજકારણ ન થવું જોઈએ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 3, 2026 👁 4 views
લોકો વિકાસના કામોમાં રોડા નાખવાનું બંધ કરી દે...!:વાંસદામાં હર્ષ સંઘવીએ અનંત પટેલને સંબોધી કહ્યું- રાજનીતિ પોતાની જગ્યાએ, વિકાસના કામોમાં રાજકારણ ન થવું જોઈએ
નવસારી જિલ્લાના આદિવાસી બહુલ વાંસદા તાલુકામાં વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને ભૂમિપૂજનના કાર્યક્રમ દરમિયાન રાજકારણ ગરમાયું છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાહેર કાર્યક્રમમાં કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય અનંત પટેલનું નામ લીધા વિના તેમના પર આકરા પ્રહારો કર્યા હતા અને વિકાસના કામોમાં અડચણો ઊભી ન કરવા તાકીદ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે લોકો વિકાસના કામોમાં રોડા નાખવાનું બંધ કરી દે, તો અગાઉ થયેલા કામોની વાત કરીને કહ્યું કે 1800 કરોડ કામો થયા છે. રાજનીતિ પોતાની જગ્યાએ, વિકાસના કામોમાં રાજકારણ ન થવું જોઈએ રાજનીતિ પોતાની જગ્યાએ, વિકાસમાં અડચણ અસ્વીકાર્ય વાંસદા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન કરતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, રાજનીતિ પોતાની જગ્યાએ છે, પરંતુ વિકાસના કામોમાં ક્યારેય રાજકારણ ન થવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે વાંસદાના આદિવાસી ભાઈ-બહેનોના હિતોને નુકસાન ન પહોંચવું જોઈએ. જો કેટલાક લોકો વિકાસના કામોમાં રોડા નાખવાનું બંધ કરી દે, તો આદિવાસી વિસ્તારનો વિકાસ ક્યાંય આગળ પહોંચી ગયો હોત. જો વચ્ચે રોડા નાખવાવાળું કોઈ ના હોય, તો આ 1800ને બદલે ક્યાં પહોંચે કામ? ક્યાં પહોંચે કામ તમે કલ્પના કરો. બાદમાં અનંત પટેલનું નામ લીધું આ સાથે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું તો મારા મિત્ર ભલે વિપક્ષમાં બેસતા હોય, પરંતુ યુવાન સાથી છે એવા ધારાસભ્ય અનંતભાઈને પણ કહેવા માંગું છું કે રાજનીતિ રાજનીતિની જગ્યા પર છે, પરંતુ રાજનીતિ થકી વાંसદાના આદિવાસી ભાઈ-બહેનોને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય, એ પ્રકારની રોકટોકમાં આપણે ક્યારેય ના જોડાવું જોઈએ અને મને વિશ્વાસ છે કે વાંસદાની ધરતી એ બધાને સદબુદ્ધિ આપે. વાંસદા તાલુકાને કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ એક તરફ રાજકીય નિવેદનોએ વાતાવરણ ગરમ કર્યું હતું, તો બીજી તરફ આદિવાસી વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સરકારે મોટી ભેટ ધરી હતી. ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં વાંસદા તાલુકામાં કુલ 190 વિકાસ કાર્યોનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વાંસદા, ખેરગામ અને આસપાસના ગ્રામીણ વિસ્તારોને જોડતા મહત્વપૂર્ણ રસ્તાઓ તેમજ પુલના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરાયું, જેથી અવરજવર વધુ સરળ બનશે. આદિવાસી યુવાનો અને વિદ્યાર્થીઓ માટે વાંસદા, ખેરગામ અને ચીખલી તાલુકામાં 'ભગવાન બિરસા મુંડા તાલુકા પુસ્તકાલય'ના નવા ભવનોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેનાથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોને મોટો લાભ મળશે. સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ હાજર રહ્યા આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં આદિજાતિ કલ્યાણ મંત્રી નરેશ પટેલ અને વલસાડ લોકસભા મતવિસ્તારના સાંસદ ધવલ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોની હાજરી વચ્ચે આદિવાસી ક્ષેત્રના વિકાસને વેગ આપવા માટે સરકાર દ્વારા કટિબદ્ધતા દોહરાવવામાં આવી હતી. એક તરફ વિકાસના નવા દ્વાર ખૂલ્યા છે, તો બીજી તરફ હર્ષ સંઘવી અને અનંત પટેલ વચ્ચેના આ વાગયુદ્ધથી આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવે તેવા પૂરા એંધાણ દેખાઈ રહ્યા છે. વાંસદાના આ વિકાસ કાર્યોથી સ્થાનિક જનતામાં ખુશીની લહેર છે, પરંતુ નેતાઓ વચ્ચેના શાબ્દિક પ્રહારોએ આ કાર્યક્રમને રાજકીય ચર્ચાના કેન્દ્રમાં મૂકી દીધો છે. આ મામલે આગામી સમયમાં સ્થાનિક રાજકારણમાં કેવા સમીકરણો બને છે તે જોવું રહ્યું.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan