crime
ફોર્ચ્યુનગરના ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા, એકનું મોત:અમદાવાદના નિકોલ વિસ્તારની ઘટના, બે લોકોને સારવાર માટે ખસેડાયા
શહેરના નિકોલ વિસ્તારમાં દેવસ્ય સ્કૂલ પાસે ગંભીર અકસ્માતની ઘટના બની છે. ફોર્યુચનર કારચાલક દ્વારા બેફામ સ્પીડે કાર ચલાવીને રોડ ઉપર વેપાર કરતાં કેટલાક લોકો સહિત ત્રણ લોકોને અડફેટે લીધા છે. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમને જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચ્યા છે હાલમાં ત્રણ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. શેલબી હોસ્પિટલ થી નિકોલ ડીમાર્ટ તરફ જવાના રોડ ઉપર આ ગંભીર અકસ્માત બનતા લોકો માં ભારે રોષ ફેલાયો છે નિકોલ વિસ્તારમાં ફૂટપાથ ઉપર સુતેલા લોકોને ફોર્ચ્યુનર કારના ચાલક દ્વારા અડફેટે લેવામાં આવ્યા હતા જેમાં ત્રણ લોકોને ગંભીર ઇજાઓ થઈ હતી. એક મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે જ્યારે બે લોકોને ગંભીર ઇજાઓ થતા હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ સુમરાએ જણાવ્યું હતું કે ફૂટપાથ ઉપર સૂતેલા લોકોને કારચાલક દ્વારા અડફેટે લેવામાં આવ્યા છે અને એક મહિલાનું મૃત્યુ થયું છે જ્યારે બે લોકો ઈજા થઈ છે.
Read full article on Divya Bhaskar