Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવા રજૂઆત:જોડિયા મામલતદારને ધારાસભ્ય હેમંત ખવાએ આવેદનપત્ર સોંપ્યું; શિયાળુ પાક માટે સૌની યોજનામાંથી પાણી અને ઘાસચારા ડેપો શરૂ કરવા માંગ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 28, 2026 👁 3 views
ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવા રજૂઆત:જોડિયા મામલતદારને ધારાસભ્ય હેમંત ખવાએ આવેદનપત્ર સોંપ્યું; શિયાળુ પાક માટે સૌની યોજનામાંથી પાણી અને ઘાસચારા ડેપો શરૂ કરવા માંગ
જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં દુષ્કાળગ્રસ્ત ખેડૂતો અને પશુપાલકોની મુશ્લેકીઓને વાચા આપવા માટે જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા જોડિયા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સરકાર દ્વારા જાહેર કરાયેલી અછત સહાય અપૂરતી હોવાનો સૂર વ્યક્ત કરીને ધારાસભ્યએ ખેડૂતોના તમામ પ્રકારના કૃષિ દેવાં તાત્કાલિક ધોરણે સંપૂર્ણ માફ કરવાની જોરદાર માંગ કરી હતી. સિંચાઈનું પાણી અને ઘાસચારાની માંગણી ધારાસભ્ય હેમંત ખવાએ રજૂઆત કરતાં જણાવ્યું કે પશુપાલકોની હાલાકી દૂર કરવા ગ્રામ્ય વિસ્તારોની નજીક ઘાસચારા વિતરણ ડેપો શરૂ કરી પૂરતો જથ્થો પૂરો પાડવો જોઈએ. આ ઉપરાંત ખેડૂતોના શિયાળુ પાકને સુકાતો બચાવવા માટે 'સૌની યોજના' અંતર્ગત તાકીદે સિંચાઈનું પાણી છોડવામાં આવે તેવી પાયાની માંગણીઓ મૂકવામાં આવી છે. સકારાત્મક નિર્ણય નહીં લેવાય તો આંદોલન આવેદનપત્ર આપતાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી હતી કે ખેડૂતો અને પશુપાલકોની આ વાજબી માંગણીઓ અંગે સરકાર દ્વારા તાકીદે સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સમગ્ર પંથકના ખેડૂતોને સાથે રાખીને રસ્તા પર ઉતરી ઉગ્ર જનઆંદોલન આદરવામાં આવશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan