Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

રાણપુરના બરાનીયામાં શિક્ષકે વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કર્યાના આક્ષેપ:કાર્યવાહીની માંગ સાથે ગ્રામજનો પોલીસ મથકે પહોંચ્યા, શિક્ષકે આરોપો નકાર્યા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 25, 2026 👁 2 views
રાણપુરના બરાનીયામાં શિક્ષકે વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કર્યાના આક્ષેપ:કાર્યવાહીની માંગ સાથે ગ્રામજનો પોલીસ મથકે પહોંચ્યા, શિક્ષકે આરોપો નકાર્યા
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બરાનીયા ગામમાં પ્રાથમિક શાળાના શિક્ષક સામે ગંભીર આક્ષેપો થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. ગ્રામજનોએ શિક્ષક હર્ષદભાઈ ઝાલા વિરુદ્ધ રજૂઆત કરી વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરી ત્રાસ આપતા હોવાના આક્ષેપો સાથે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. શિક્ષક સામે ગંભીર આક્ષેપો ગ્રામજનોના જણાવ્યા મુજબ, બરાનીયા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક હર્ષદભાઈ ઝાલા દ્વારા વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરવામાં આવતા હોવાના આક્ષેપો છે. આ મામલે ગામલોકોએ અગાઉ શિક્ષક સમક્ષ રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, શિક્ષક દ્વારા ખોટી ફરિયાદ કરવાની ધમકી આપવામાં આવતી હોવાના પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા. કાર્યવાહીની માંગ સાથે પોલીસ મથકે પહોંચ્યા આ મામલે મોટી સંખ્યામાં ગ્રામજનો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. શિક્ષક વિરુદ્ધ ફરિયાદ ન થાય ત્યાં સુધી પોલીસ સ્ટેશનમાં બેસી રહેવાનો નિર્ણય પણ ગ્રામજનોએ કર્યો હતો. શિક્ષકે આક્ષેપોને ખોટા ગણાવ્યા બીજી તરફ, શિક્ષક હર્ષદભાઈ ઝાલા પણ ગ્રામજનો વિરુદ્ધ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. આ સમગ્ર મામલે બંને પક્ષો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો માહોલ સર્જાયો હતો. શિક્ષક હર્ષદ ઝાલાએ ગ્રામજનો દ્વારા કરવામાં આવેલા વિદ્યાર્થીનીઓ સાથે અડપલાના આક્ષેપોને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગામના માજી સરપંચનું ખનીજ ભરેલું ડમ્પર શાળાની પાસેથી પસાર થતું હોવાથી તેમણે તેને રોકવાની ના પાડી હતી. આ બાબતને લઈને પોતાની વિરુદ્ધ ખોટી રજૂઆત કરવામાં આવી રહી હોવાનો શિક્ષકનો દાવો છે. હાલ સમગ્ર મામલે ગ્રામજનો અને શિક્ષક દ્વારા પોલીસ સમક્ષ કરવામાં આવેલી રજૂઆતો બાદ પોલીસ દ્વારા મામલાની તપાસ કરવામાં આવે છે કે નહીં અને આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan