Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

ઓખાના દરિયાઈ સીમા-સંવદેનશીલ વિસ્તારોમાં સુરક્ષાનું નિરિક્ષણ કર્યુ:શિવરાજપુર બીચ સહિત દરિયાકાંઠે મરીન કમાન્ડોઝ દ્વારા સઘન પેટ્રોલિંગ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 4, 2026 👁 4 views
ઓખાના દરિયાઈ સીમા-સંવદેનશીલ વિસ્તારોમાં સુરક્ષાનું નિરિક્ષણ કર્યુ:શિવરાજપુર બીચ સહિત દરિયાકાંઠે મરીન કમાન્ડોઝ દ્વારા સઘન પેટ્રોલિંગ
ગુજરાતના દરિયાકાંઠાની સુરક્ષા વ્યવસ્થાને વધુ સજ્જ અને સતર્ક રાખવાના આશયથી ઓખા મરીન વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. દરિયાઈ સીમા તેમજ દરિયાકાંઠાના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષાની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. રાજ્યના વિશાળ દરિયાકિનારા અને તેની સાથે જોડાયેલા જમીન વિસ્તારની સલામતી માટે કાર્યરત મરીન ટાસ્ક ફોર્સ દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરાઈ હતી. એટીએસના અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા, મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એમ. મુનિયા તથા હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના માર્ગદર્શન મુજબ શનિવારે ઓખા પંથકમાં પેટ્રોલિંગ યોજાયું હતું. ઓખાના ડીવાયએસપી કે.પી. પારેખ અને પી.એસ.આઈ. બી.એચ. ચાવડા સહિત મરીન કમાન્ડોઝની ટીમે શિવરાજપુર બીચ, રૂપેણ બંદર, ભડકેશ્વર, ગાયત્રી મંદિર, ઓખામઢી, ભોગાત, નાવદ્રા, લાંબા, સિકોતેર માતા, હર્ષદ-મિયાણી બ્રિજ તેમજ મહાદેવ મંદિર આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચાંપતી નજર રાખી પેટ્રોલિંગ કર્યું હતું.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan