politics
પાર નદી કિનારે ગણેશ વિસર્જનની તૈયારીઓ પૂરી:અતુલ લિમિટેડ અને પારનેરા સરપંચે કરી વ્યવસ્થા, હાઈવેથી નદી કિનારે લાઈટ પણ લગાવાઈ
વલસાડમાં ગણેશોત્સવ દરમિયાન ગણેશજીની પ્રતિમાઓના વિસર્જન માટે પાર નદી કિનારે તમામ જરૂરી સુવિધાઓ તૈયાર કરી દેવાઈ છે. અતુલ લિમિટેડ કંપનીએ વિસર્જન સ્થળે બધી વ્યવસ્થા પૂરી પાડી છે. હાઈવેથી નદી કિનારે જવાના રસ્તા પર લાઈટની વ્યવસ્થા પારનેરા ગામના સરપંચ ભરતભાઈએ કરી છે. ગણેશ વિસર્જન માટે આજથી સેવા કાર્ય શરૂ થઈ ગયું છે. નાની ચણવાઈના સેવાભાવી મિત્રો અને માં ભવાની મિત્ર મંડળ ગણેશજીની પ્રતિમાઓના વિસર્જન માટે સેવા આપશે. ગણેશોત્સવના પાંચ દિવસ પછી મોટી ગણેશજીની પ્રતિમાઓના વિસર્જન માટે ક્રેનની સેવા મળશે. ક્રેનના માલિક દિવ્યેશભાઈ આ સેવા આપશે. તેનાથી મોટી પ્રતિમાઓનું વિસર્જન સરળતાથી અને સારી રીતે થઈ શકશે. ગણેશ વિસર્જન માટે જરૂરી સુવિધાઓ ઊભી કરવા બદલ અતુલ લિમિટેડ કંપની, પારનેરા ગામના સરપંચ ભરતભાઈ, માં ભવાની મિત્ર મંડળ અને ક્રેનના માલિક દિવ્યેશભાઈનો સેવાભાવી મિત્રોએ આભાર માન્યો છે.
Read full article on Divya Bhaskar