top
પી.એમ.મોદીની ગુજરાતની મુલાકાત અંતર્ગત ભાવનગરમાં કાર્યકમો:પ્રભારી મંત્રીએ ભાવનગરમાં વિવિધ કાર્યક્રમોમાં મહત્તમ લોકભાગીદારી સુનિશ્ચિત કરવા આપી સૂચના
પી.એમ. કિસાન ઉત્સવ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતના ભાગરૂપે ભાવનગર જિલ્લામાં આગામી તા.30 અને 31 ઓક્ટોબરના રોજ યોજાનારા ‘પી.એમ. કિસાન ઉત્સવ’ અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના કાર્યક્રમોની તૈયારીઓની જિલ્લા પ્રભારી મંત્રી અને રાજ્યના ઊર્જા મંત્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીએ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે સંબંધિત વિભાગો વચ્ચે સંકલન જાળવવા, તમામ જરૂરી વ્યવસ્થાઓ સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને બંને કાર્યક્રમોમાં વધુમાં વધુ લોકભાગીદારી સુનિશ્ચિત કરવા અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી હનુલ ચૌધરીએ જિલ્લા, તાલુકા, નગરપાલિકા, મહાનગરપાલિકા અને ગ્રામ્ય કક્ષાએ યોજાનારા કાર્યક્રમોની રૂપરેખા રજૂ કરી હતી., આ કાર્યક્રમો અંતર્ગત લાભાર્થી ખેડૂતો તથા સામાજિક અગ્રણીઓનું સન્માન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વડાપ્રધાનના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સહિતની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, તા.30 ઓક્ટોબરના રોજ ડીસા-ભીલડી ખાતે યોજાનારા ‘પી.એમ. કિસાન ઉત્સવ’ અંતર્ગત પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. જ્યારે તા.31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે એકતાનગર ખાતે ભવ્ય પરેડ સહિતના કાર્યક્રમો યોજાશે. આ સમીક્ષા બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ અશોક લાધવા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, પ્રાદેશિક કમિશનર સુનિલ, અગ્રણીઓ કુમાર શાહ અને દિગ્વિજયસિંહ ગોહિલ, નિવાસી અધિક કલેક્ટર એન.ડી.ગોવાણી સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા કક્ષાના અધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.
Read full article on Divya Bhaskar