crime
વડોદરાના મધ્યમાં દલા પટેલની પોળમાં માતા અને બે સંતાનોની લટકતી લાશ મળતા ચકચાર
વડોદરાના ચાર દરવાજા, નરસિંહજીની પોળમાં દલા પટેલની પોળમાં આજે સાંજે એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. આરતીબેન સોની (50), પુત્ર નીલકંઠ (23) અને પુત્રી જેની (20)ના મૃતદેહ ઘરમાંથી મળ્યા હતા. બે દિવસથી ઘર બંધ હોવાથી પાડોશીઓને શંકા ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા ત્રણેયના મૃતદેહ દુપટ્ટાથી લટકાવેલા મળ્યા હતા. એક વર્ષ પહેલા પતિના અવસાન બાદ પરિવાર આયુર્વેદિક દવાઓનું કામ કરતો હતો.
Read full article on Gujaratsamachar