Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

ગંભીરક્ષતિને બે દિવસમાં દૂર કરવાની રહેશે:અમદાવાદમાં વિકાસકામોની ગુણવત્તા માટે હવે સ્વતંત્ર ક્વોલિટી કંટ્રોલ ટીમ કરશે સરપ્રાઇઝ ચકાસણી કરશે

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 19, 2026 👁 4 views
ગંભીરક્ષતિને બે દિવસમાં દૂર કરવાની રહેશે:અમદાવાદમાં વિકાસકામોની ગુણવત્તા માટે હવે સ્વતંત્ર ક્વોલિટી કંટ્રોલ ટીમ કરશે સરપ્રાઇઝ ચકાસણી કરશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરભરમાં ચાલતા તમામ વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામોની ગુણવત્તા તથા ટકાઉપણું સુનિશ્ચિત કરવાના હેતુથી સ્વતંત્ર ક્વોલિટી કંટ્રોલ ટીમ મારફતે આકસ્મિક (સરપ્રાઇઝ) ચકાસણી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વિવિધ ઈજનેરી વિભાગો અને ઝોન હેઠળ હાથ ધરાતા રોડ, બ્રિજ, ડ્રેનેજ, બિલ્ડિંગ અને ઈલેક્ટ્રિકલ સહિતના કામો ટેન્ડરના સ્પેસિફિકેશન મુજબ થાય તે માટે આ નવી કડક વ્યવસ્થા અમલમાં મૂકાઈ છે, જેનો પરિપત્ર નંબર-46 સત્તાવાર વેબસાઈટ પર પણ જારી કરાયો છે. વિભાગવાર સ્વતંત્ર તપાસ ટીમની રચના નવી વ્યવસ્થા મુજબ, પાણી, ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ સંબંધિત કામોની તપાસ સંબંધિત ચીફ ઈજનેર (PHW SMC)ના નિયંત્રણ હેઠળની ટીમ કરશે. જ્યારે રોડ, બ્રિજ, બિલ્ડિંગ જેવા સિવિલ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામોની સરપ્રાઇઝ ચકાસણી ચીફ ઈજનેર (રોડ/બ્રિજ/બિલ્ડિંગ) અને સ્ટ્રીટ લાઈટ તથા ઈલેક્ટ્રિકલ કામોની તપાસ એડિશનલ ચીફ ઈજનેરના વડાપણા હેઠળની સ્વતંત્ર ક્વોલિટી કંટ્રોલ ટીમો દ્વારા હાથ ધરવામાં આવશે. કામગીરી અને ગુણવત્તાના પરિમાણોની ચકાસણી ચકાસણી ટીમ દ્વારા પ્રોજેક્ટ શરૂ થવાથી લઈને લોકાર્પણ સુધીના તમામ તબક્કે ક્વોલિટી એસ્યોરન્સ પ્લાન (QAP), ટેન્ડર સ્પેસિફિકેશન, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણો, રો-મટીરિયલના સોર્સ, ફિલ્ડ ટેસ્ટ તેમજ લેબોરેટરી રિપોર્ટની ઝીણવટભરી તપાસ કરાશે. તમામ ચકાસણીના પરિણામો અને ફ્રીક્વન્સીની વિગતો મંથલી પ્રોગ્રેસ રિપોર્ટ તથા રનિંગ અને ફાઈનલ બિલમાં દર્શાવવી ફરજિયાત રહેશે. ખામીઓ સુધારવાની સમયમર્યાદા અને દંડાત્મક કાર્યવાહી સામાન્ય ખામીઓ: તપાસમાં નબળી કામગીરી કે સ્પેસિફિકેશનથી વિસંગતતા જણાય તો તાત્કાલિક સંબંધિત વિભાગને જાણ કરી 7 દિવસમાં સુધારાત્મક પગલાં ભરવાના રહેશે. ગંભીર ખામીઓ: સ્ટ્રક્ચરલ સેફ્ટી કે જાહેર સુરક્ષાને અસર કરતી ગંભીર ખામી જણાય તો કામ તુરંત અટકાવીને મહત્તમ 2 દિવસમાં ખામી દૂર કરવાની રહેશે. અહેવાલ અને દંડ: દરેક તપાસનો વિગતવાર રિપોર્ટ 15 દિવસમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (ક્વોલિટી કંટ્રોલ)ને સોંપવાનો રહેશે. વારંવાર ભૂલો કરનાર કોન્ટ્રાક્ટર કે PMC સામે કરાર મુજબ દંડાત્મક કાર્યવાહી કરાશે અને નોન-કન્ફોર્મન્સ રિપોર્ટ (NCR) રજિસ્ટર નિભાવવાનું રહેશે. ચકાસણી રિપોર્ટ બાદ જ બિલ મંજૂર કરાશે તમામ ચકાસણીઓ અને સુધારાત્મક કાર્યવાહીનો માસિક અહેવાલ દર મહિને મ્યુનિસિપલ કમિશનર સમક્ષ સમીક્ષા અર્થે મૂકવામાં આવશે. આ ઉપરાંત, તમામ તબક્કાના ક્વોલિટી રિપોર્ટ્સ અને ખામી પૂર્તતાના અહેવાલોની ચકાસણી પૂર્ણ થયા બાદ જ પ્રિ-ઓડિટર દ્વારા નાણા વિભાગને રનિંગ કે ફાઈનલ બિલના પેમેન્ટ માટે ફાઈલ મોકલવામાં આવશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan