top
વઢવાણ દાજીરાજ હાઈસ્કૂલમાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું મુકાયું:જિલ્લા શિક્ષણાધિકારી ઓઝા અને ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલે કરાવ્યું ઉદ્ઘાટન
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરમાં આવેલી દાજીરાજ હાઈસ્કૂલ ખાતે ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન 2026-27નું આયોજન કરાયું હતું. જિલ્લા શિક્ષણાધિકારી ઓઝા સાહેબ અને મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલના હસ્તે આ પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું. આ પ્રદર્શન શ્રી નજાનાલાલ શાળા વિકાસ સંકુલ, વઢવાણ–મુળી દ્વારા યોજાયું હતું. તેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, ગણિત પ્રત્યે રુચિ અને પર્યાવરણ અંગે જાગૃતિ લાવવાનો છે. પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણને લગતા વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો રજૂ કર્યા. આનાથી તેમને પાઠ્યપુસ્તકના જ્ઞાનની સાથે પ્રાયોગિક સમજ મેળવવાની તક મળી.
Read full article on Divya Bhaskar