crime
ભરૂચમાં કાંસમાંથી આખલો કાઢવા જતા માનવ કંકાલ મળ્યું:રેલવે પોલીસે કંકાલને સિવિલ હોસ્પિટલ ખસેડાઈ, મોતનું રહસ્ય ઘેરાયું
ભરૂચ શહેરના રેલવે ગોદી વિસ્તારમાં આવેલી ગટરકાંસમાંથી માનવ કંકાલ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં રેલવે પોલીસની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ગટરકાંસમાં એક આખલો ફસાઈ જતાં તેને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી દરમિયાન જ ગટરકાંસમાંથી માનવ કંકાલ મળી આવ્યું હતું. રેલવે પોલીસે કંકાલનો કબજો લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. કંકાલની ઓળખ અને મૃત્યુનું કારણ જાણવા માટે તેને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યું છે. આ કંકાલ કોનું છે, તે ગટરકાંસમાં કેટલા સમયથી પડ્યું હતું અને વ્યક્તિનું મૃત્યુ કયા સંજોગોમાં થયું હતું, તે સહિતના મુદ્દે રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ સમગ્ર ઘટનાનું રહસ્ય ઉકેલાય તેવી શક્યતા છે.
Read full article on Divya Bhaskar