Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
business

રખડતાં ઢોરોનો ત્રાસ:પાંજરાપોળે દરવાજા બંધ કરી દીધા તો મનપાએ પકડવાનું બંધ કર્યું

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 4, 2026 👁 4 views
રખડતાં ઢોરોનો ત્રાસ:પાંજરાપોળે દરવાજા બંધ કરી દીધા તો મનપાએ પકડવાનું બંધ કર્યું
મહેસાણા શહેરમાં છેલ્લા ઘણા સમયથી મહાનગરપાલિકા દ્વારા રખડતાં ઢોર પકડવાની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. પરિણામે હવે તહેવારોના સમયે શહેરના વિવિધ રસ્તાઓ પર ગાયો અને આખલાનો ત્રાસ ફરી વધવા લાગ્યો છે. રસ્તા વચ્ચે ઢોરને લીધે વાહન ચાલકો અને રાહદારીઓ પર અકસ્માતનું જોખમ રહ્યું છે. શહેરમાં માનવ આશ્રમથી તાવડિયા અને સોમનાથ ચોકડી તરફ જતા મુખ્ય રસ્તા પર ગાય અને આખલાનાં ઝૂંડ જોવા મળી રહ્યાં છે. આવી જ સ્થિતિ વાહનોથી સતત ધમધમતા મોઢેરા રોડ પર પણ છે. રસ્તા પર ઢોર અચાનક આવી જતાં વાહનચાલકોને બ્રેક મારવાની ફરજ પડે છે. પરિણામે પાછળથી આવતાં વાહનો અથડાવાનો ભય રહે છે. આ ઉપરાંત સાંજના સમયે ફુવારા સર્કલ અને મુખ્ય બજાર વિસ્તારમાં પણ રખડતાં ઢોરનું પ્રમાણ વધ્યું છે. મહિનાથી કામ ઠપ બીજી તરફ, પાંજરાપોળ દ્વારા પશુઓનો સ્વીકાર કરવામાં આવતો ન હોવાથી પકડાયેલાં ઢોરને ક્યાં રાખવાં તે અંગે મનપા તંત્ર મૂંઝવણમાં છે. પરિણામે ઢોર પકડવા માટેનું તંત્ર પણ હાલ નિષ્ક્રિય બન્યું છે. એજન્સીની મુદ્દત પૂર્ણ થયાને છ મહિના થયા પણ હજુ નવેસરથી ટેન્ડર કરાયું નથી અને હયાત એજન્સીની મુદ્દત વધારી છે પણ ઢોર પકડવાની કામગીરી એકમહિનાથી નહીંવત જેવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan