Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

ગોધરામાં દહેજ અને ત્રાસ બાદ ટ્રિપલ તલાક આપતાં ફરિયાદ:પતિએ ફોન પર એકસાથે ત્રણ વખત તલાક આપ્યા, દારૂ પી મારતો અને ઘરખર્ચ ન આપતો, બાળકો સાથે પિયર આવી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 19, 2026 👁 2 views
ગોધરામાં દહેજ અને ત્રાસ બાદ ટ્રિપલ તલાક આપતાં ફરિયાદ:પતિએ ફોન પર એકસાથે ત્રણ વખત તલાક આપ્યા, દારૂ પી મારતો અને ઘરખર્ચ ન આપતો, બાળકો સાથે પિયર આવી
પંચમહાલના ગોધરામાં બે અલગ અલગ ઘટનાઓ સામે આવી છે. પ્રથમ ઘટનામાં દહેજની માંગણી અને ત્રાસના આરોપ બાદ પતિએ ફોન પર એકસાથે ત્રણ વખત તલાક બોલી દેતાં ગોધરા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ગોધરા સેસન્સ કોર્ટ સામે રહેતી 32 વર્ષીય મેહઝબીન મલેકના વર્ષ 2014માં આણંદના ફિરોજ મેહબુબમીયા મલેક સાથે લગ્ન થયા હતા. લગ્નના શરૂઆતના બે વર્ષ બાદ પતિ દ્વારા દહેજમાં રૂ.1 લાખ લાવવાની માંગણી કરી શારીરિક અને માનસિક ત્રાસ અપાતો હોવાનો ફરિયાદમાં આરોપ છે. પતિ દારૂના નશામાં મારતો અને ઘરખર્ચ પણ આપતો ન હોવાની ફરિયાદ છે. ત્રાસ વધતા પરિણીતાએ 112 નંબર પર પોલીસને જાણ કરી હતી અને ત્યારબાદ બંને બાળકો સાથે ગોધરા પિયરમાં રહેવા આવી હતી. આ દરમિયાન 05/06/2026ના રોજ પતિ ફિરોજ મલેકે પરિણીતાના પિતાના મોબાઈલ પર ફોન કરી એકસાથે ત્રણ વખત 'તલાક' બોલી દીધા હતા. બાદમાં ઇદ્દતનો સમય પૂરો થયા બાદ પરિણીતાએ ગોધરા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે. બીજી ઘટનામાં ગોધરા તાલુકાના ગદુકપુર ગામે ખેતરમાં વીજ વાયર તૂટી પડતાં કરંટ લાગવાથી ગાભણ ભેંસનું ઘટનાસ્થળે જ મોત થયું છે. ગદુકપુર નવી વસાહતમાં રહેતા મધુબેન બારીઆની ભેંસ ખેતરમાં હતી. તે દરમિયાન વીજ થાંભલા પરથી જીવંત વીજ વાયર અચાનક તૂટી ભેંસ પર પડ્યો હતો અને કરંટ લાગ્યો હતો. જેના કારણે ભેંસનું મોત થયું હતું. સમગ્ર મામલે પશુપાલકે ગોધરા તાલુકા પોલીસ મથકે જાણવા જોગ નોંધ કરાવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan