Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

બાળ અધિકાર આયોગના ચેરમેનનો અમરેલી પ્રવાસ:વિવિધ સંસ્થાઓની મુલાકાત લઈ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું ; બાળકો સાથે સંવાદ કરી કાયદાકીય સમજ આપી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 18, 2026 👁 6 views
બાળ અધિકાર આયોગના ચેરમેનનો અમરેલી પ્રવાસ:વિવિધ સંસ્થાઓની મુલાકાત લઈ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું ; બાળકો સાથે સંવાદ કરી કાયદાકીય સમજ આપી
ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જરે અમરેલી જિલ્લાની મુલાકાત લઈને બાળકો માટે કાર્યરત વિવિધ સંસ્થાઓ અને કેન્દ્રોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રવાસનો મુખ્ય હેતુ બાળકોને પૂરી પડાતી માળખાગત સુવિધાઓ, સરકારી યોજનાઓનું યોગ્ય અમલીકરણ અને બાળકોના અધિકારોની સુરક્ષાની ચકાસણી કરવાનો હતો. આ દરમિયાન તેમણે વિદ્યાસભા ગજેરા સંકુલ, સરકારી ચિલ્ડ્રન હોમ અને સખી વન સ્ટોપ સેન્ટર સહિતની સંસ્થાઓની રૂબરૂ મુલાકાત લીધી હતી. 'નશામુક્ત ભારત' કાર્યક્રમમાં બાળકો સાથે સંવાદ પ્રવાસ દરમિયાન ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જરે વિદ્યાસભા ગજેરા સંકુલ ખાતે આયોજિત 'નશામુક્ત ભારત' કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને હાજરી આપી હતી. તેમણે બાળકો સાથે સીધો સંવાદ સાધીને બાળ અધિકારો અને તેમને લગતા વિવિધ કાયદાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. આ સાથે તેમણે સંકુલમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલ, બોયઝ હોસ્ટેલ અને રસોઈઘરની સુવિધાઓની પણ સમીક્ષા કરી હતી. પ્રતાપપરા ચિલ્ડ્રન હોમની મુલાકાત અને ચકાસણી ત્યારબાદ તેઓ પ્રતાપપરા ખાતે આવેલા સરકારી ચિલ્ડ્રન હોમ પહોંચ્યા હતા. ત્યાં કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકો સાથે વાતો કરીને તેમની પરિસ્થિતિ જાણી હતી. તેમણે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ અને સંબંધિત નિયમો મુજબ બાળકોને મળતી સુવિધાઓ, સંસ્થાની સમગ્ર વ્યવસ્થા તેમજ સ્વચ્છતાનું નિરીક્ષણ કર્યું હતું. મહિલા વિકાસ મંડળ અને બહેરા-મૂંગા શાળાની મુલાકાત અમરેલીના મહિલા વિકાસ મંડળ સંચાલિત બાળ સંભાળ ગૃહની મુલાકાત દરમિયાન ધર્મિષ્ઠાબેને દીકરીઓ સાથે ગોષ્ઠી કરી કાયદાકીય અધિકારો સમજાવ્યા હતા અને બિલ્ડિંગની સુવિધાઓ ચકાસી હતી. આ ઉપરાંત તેમણે અમરેલીની બહેરા-મૂંગા શાળાના બાળકો સાથે મુલાકાત કરી સંસ્થાની કામગીરીની વિગતો મેળવી હતી. સખી વન સ્ટોપ સેન્ટરની વ્યવસ્થા તપાસી પોતાના પ્રવાસના અંતિમ ચરણમાં તેમણે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લીધી હતી. અહીં મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓને અપાતી સેવાઓ, વર્તમાન વ્યવસ્થાઓ અને લાભાર્થીઓની માહિતી તપાસી હતી. આ સમગ્ર પ્રવાસ દરમિયાન તેમણે અધિકારીઓને બાળકોના સર્વાંગી વિકાસ અને સલામતી માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિભાગીય અધિકારીઓ અને પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ ચેરમેનના આ પ્રવાસ દરમિયાન જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એન એમ પુરોહિત દ્વારા લાયઝનિંગની સફળ કામગીરી સંભાળવામાં આવી હતી. આ મુલાકાતો વખતે ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના સભ્યો, જુવેનાઈલ જસ્ટિસ બોર્ડના સભ્યો, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, સરકારી ચિલ્ડ્રન હોમના અધિક્ષક તથા મહિલા વિકાસ મંડળના અધિક્ષક સહિતના સંબંધિત અધિકારીઓ અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan