Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

અમદાવાદના કોમર્શિયલ કોમ્પલેક્સમાં આગ લાગતા કર્મચારીઓ બારીમાંથી કૂદ્યા:અનેક લોકો જીવ બચાવવા છજા પર ઉભા રહી ગયા, થલતેજના 'મેગ્નેટ પાર્ક'નો બનાવ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 2, 2026 👁 1 views
અમદાવાદના કોમર્શિયલ કોમ્પલેક્સમાં આગ લાગતા કર્મચારીઓ બારીમાંથી કૂદ્યા:અનેક લોકો જીવ બચાવવા છજા પર ઉભા રહી ગયા, થલતેજના 'મેગ્નેટ પાર્ક'નો બનાવ
અમદાવાદ શહેરના પોશ ગણાતા પશ્ચિમ વિસ્તાર થલતેજમાં ઝાયડસ હોસ્પિટલ નજીક આવેલા મેગ્નેટ પાર્ક બિલ્ડિંગના બીજા માળે અચાનક આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. સામાન્ય દિવસની જેમ ઓફિસોમાં કર્મચારીઓ નિયમિત કામકાજ કરી રહ્યા હતા ત્યારે બીજા માળે અચાનક ધુમાડા સાથે આગની જ્વાળાઓ દેખાઈ હતી. જોતજોતામાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા સમગ્ર ફ્લોર પર પ્રસરી જતાં કર્મચારીઓનો શ્વાસ રુંધાવા લાગ્યો હતો અને સમગ્ર પરિસરમાં નાસભાગ મચી ગઈ હતી. બહાર નીકળવાનો રસ્તો બંધ થતાં બે કર્મચારીઓએ નીચે કૂદકો માર્યો આગના કારણે સર્જાયેલા ગાઢ ધુમાડાએ મુખ્ય એક્ઝિટ માર્ગને ઘેરી લેતાં કેટલાક કર્મચારીઓ અંદર જ ફસાઈ ગયા હતા. ધુમાડાને લીધે શ્વાસ લેવામાં ભારે તકલીફ પડતાં અને ગભરાટના માહોલમાં પોતાનો જીવ જોખમમાં મુકાયેલો જોઈને અંદર કામ કરતા બે કર્મચારીઓએ બારીમાંથી સીધા ગ્રાઉન્ડ ફ્લોર પર કૂદકો માર્યો હતો. ઉપરથી નીચે પટકાવાના કારણે બંને કર્મચારીઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. નીચે હાજર સ્થાનિક લોકો અને સુરક્ષાકર્મીઓએ ત્વરિત માનવતા દાખવી બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ઘટનાસ્થળની છ તસવીરો ફાયર વિભાગે સીડીની મદદથી 3 કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢ્યા ઘટના અંગે સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતાં નજીકના ફાયર સ્ટેશનોમાંથી પાંચથી છ ફાયર ફાઈટરો અને રેસ્ક્યૂ વાન સહિતનો કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો. ફાયર જવાનોએ સમયસૂચકતા વાપરીને એક તરફ પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી, જ્યારે બીજી તરફ સ્નોર્કલ અને સીડી લગાવીને બિલ્ડિંગમાં ફસાયેલા અન્ય ત્રણ લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા. ફાયર વિભાગની ત્વરિત કામગીરીને પગલે મોટી જાનહાનિ ટળી હતી. ભારે જહેમત બાદ આગ કાબૂમાં; શોર્ટ સર્કિટની આશંકા ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ આખરે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો અને કૂલિંગ પ્રક્રિયા હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ વિદ્યુત વાયરોમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ ભભૂકી ઊઠી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આગની આ ઘટનામાં ઓફિસના ફર્નિચર અને અન્ય સાધન-સામગ્રીને મોટું નુકસાન પહોંચ્યું છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan