politics
અમરેલી કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ:જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિના પ્રશ્નોનું નિરાકરણ
અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા અગાઉના પેન્ડિંગ પ્રશ્નો અને વિવિધ વિભાગોને લગતા પ્રશ્નોની પ્રગતિલક્ષી કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટર ભારદ્વાજે સંબંધિત અધિકારીઓને નાગરિકોના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ લાવવા માટે સૂચનાઓ આપી હતી. તેમણે કચેરીઓના વડાઓને આંતરિક સંકલન સાધીને જરૂરી કાર્યવાહી કરવા પણ નિર્દેશ આપ્યા હતા. બેઠકની શરૂઆતમાં, કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે રાજ્ય કક્ષાની સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીની સફળતા બદલ જિલ્લા વહીવટતંત્રના અધિકારીઓને બિરદાવ્યા હતા. આ બેઠકમાં ધારાસભ્ય મહેશ કસવાલા પણ પ્રેરક ઉપસ્થિતિ રહ્યા હતા. આ ઉપરાંત, કલેક્ટરે જિલ્લામાં રાસાયણિક ખાતર અને અન્ય જરૂરી પુરવઠાના નિયમિત પ્રવાહ અંગે સમીક્ષા કરી હતી. તેમણે જરૂરી પુરવઠો જળવાઈ રહે તે માટે દિશાનિર્દેશ આપ્યા હતા. જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક પણ યોજાઈ હતી, જેમાં જિલ્લા પુરવઠા અધિકારીએ માસિક વિતરણ અંગેની માહિતી રજૂ કરી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એચ.જે. પ્રજાપતિ, નાયબ વનસંરક્ષક ગીરપૂર્વ વિકાસ યાદવ, પોલીસ અધિક્ષક સંજય ખરાત, પ્રાંત અધિકારીઓ, વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read full article on Divya Bhaskar