Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

રાધનપુર હાઇવે પર ટ્રેલરની ટક્કરથી આધેડનું મોત:પૂરઝડપે દોડતા ટ્રેલરે રાહદારી અને ઇકોને ટક્કર મારી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 23, 2026 👁 2 views
રાધનપુર હાઇવે પર ટ્રેલરની ટક્કરથી આધેડનું મોત:પૂરઝડપે દોડતા ટ્રેલરે રાહદારી અને ઇકોને ટક્કર મારી
રાધનપુર-કંડલા હાઇવે પર ગંજબજાર સામે પૂરઝડપે અને ગફલતભરી રીતે દોડતા ટ્રેલરે રસ્તો ક્રોસ કરી રહેલા આધેડ રાહદારીને ટક્કર મારી હતી. આ ઉપરાંત ટ્રેલરે એક ઇકો ગાડીને પણ અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રેલર ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ગંભીર ઇજાગ્રસ્ત આધેડનું સારવાર દરમિયાન મોત અકસ્મતમાં કુંભાભાઈ મગનભાઈ ઠાકોરને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન રાત્રે આશરે નવ વાગ્યાના સુમારે તેમનું મોત નીપજ્યું હતું. બીજી તરફ, ટ્રેલરની ટક્કરથી ઇકો ગાડી નંબર GJ-24-AA-1943ને પણ નુકસાન થયું હતું. રાધનપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી આ બનાવ અંગે મૃતકના પુત્ર શામજીભાઈ કુંભાભાઈ ઠાકોરે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ટ્રેલર નંબર RJ-14-GP-5202ના ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 106(1), 281, 324(2) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 અને 134 હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે ફરાર ટ્રેલર ચાલકને ઝડપી પાડવા સહિતની આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan