politics
NH48 ડૂંગરી: જમીન સંપાદન વગર દબાણ હટાવવાની નોટિસ.:7 દિવસમાં કાર્યવાહીના આદેશથી માલિકોમાં રોષ
ડૂંગરી વિસ્તારમાં NH-48 પર નેશનલ હાઇવે ઓથોરિટી (NHAI) દ્વારા જમીન સંપાદન કે યોગ્ય વળતર આપ્યા વગર જ દબાણ દૂર કરવા 7 દિવસની નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસથી સ્થાનિક જમીન માલિકો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. NHAIની આ નોટિસ સામે પોતાના હક્કો અને રોજીરોટી બચાવવા માટે અસરગ્રસ્ત જમીન માલિકો અને ખેડૂતોની એક તાકીદની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 40થી વધુ અસરગ્રસ્ત ખેડૂતો અને જમીન માલિકો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સ્થાનિકોએ જણાવ્યું કે, હાઇવેની આસપાસ 75 મીટરની ત્રિજ્યામાં લોકો વર્ષોથી મકાન, શોપિંગ સેન્ટર અને વ્યવસાયિક બાંધકામ કરીને રોજીરોટી મેળવી રહ્યા છે. અગાઉ RB વિભાગ દ્વારા 10 થી 15 મીટર જમીનનું સંપાદન કરીને વળતર ચૂકવાયું હતું. જોકે, NHAI દ્વારા કોઈ નવી જમીન સંપાદન પ્રક્રિયા હાથ ધર્યા વગર અચાનક નોટિસ આપવામાં આવી છે. જમીન માલિકોએ ચેતવણી આપી છે કે જો 7 દિવસમાં સ્વેચ્છિક રીતે બાંધકામ દૂર નહીં કરાય તો NHAI દ્વારા ડિમોલિશન કરવામાં આવશે, જેનાથી કરોડોનું નુકસાન થઈ શકે છે. આ નોટિસ સામે કાનૂની લડત આપવા માટે કોર્ટમાં જવાની તૈયારી દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત, સ્થાનિક ધારાસભ્ય, સાંસદ અને અન્ય રાજકીય પ્રતિનિધિઓને રજૂઆત કરીને નવેસરથી જમીન સંપાદન કરી યોગ્ય વળતર આપવાની માંગ કરાશે.
Read full article on Divya Bhaskar