top
દ્વારકા-ખંભાળિયા હાઈવે પર NHAI 1033 હેલ્પલાઇન મોક ડ્રીલ:અકસ્માત, વાહન ભંગાણમાં તાત્કાલિક મદદ મેળવવાનું પ્રત્યક્ષ નિદર્શન કરાયું
દ્વારકા-ખંભાળિયા હાઈવે પર NHAIની 1033 હેલ્પલાઇન અંગે જાગૃતિ લાવવા માટે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રીલનો મુખ્ય હેતુ હાઈવે પરના વાહનચાલકો અને અન્ય વપરાશકર્તાઓને કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક મદદ કેવી રીતે મેળવવી તે અંગે માહિતગાર કરવાનો હતો. NHAI ટીમ અને GR ઇન્ફ્રા ટીમની હાજરીમાં યોજાયેલી આ મોક ડ્રીલ દરમિયાન, હાઈવે પર અકસ્માત, વાહન ભંગાણ અથવા અન્ય કોઈ કટોકટીની પરિસ્થિતિ સર્જાય ત્યારે 1033 નંબર પર કૉલ કરીને તાત્કાલિક સહાય મેળવવાની પ્રક્રિયાનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું. ડ્રીલ દરમિયાન, 1033 હેલ્પલાઇન મારફતે કટોકટીની જાણ થયા બાદ જરૂરિયાત મુજબ RPV (રોડ પેટ્રોલિંગ વાહન), એમ્બ્યુલન્સ અને ક્રેન સહિતની સેવાઓ કેવી રીતે ઉપલબ્ધ કરાવવામાં આવે છે, તેમજ ઘટનાસ્થળે ઝડપથી મદદ પહોંચાડવાની પ્રતિભાવ વ્યવસ્થાનું પણ નિદર્શન કરાયું હતું. આ મોક ડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય હાઈવે પર કોઈપણ પ્રકારની કટોકટી સર્જાય ત્યારે સમયસર મદદ મળી રહે અને વાહનચાલકોને યોગ્ય માર્ગદર્શન મળી શકે તે માટે NHAI 1033 હેલ્પલાઇનના ઉપયોગ અંગે વધુમાં વધુ જાગૃતિ ફેલાવવાનો હતો. હાઈવે વપરાશકર્તાઓને અપીલ કરવામાં આવી છે કે અકસ્માત, વાહન ભંગાણ કે અન્ય કટોકટીની સ્થિતિમાં ગભરાયા વિના 1033 હેલ્પલાઇનનો સંપર્ક કરી જરૂરી સહાય મેળવે.
Read full article on Divya Bhaskar