Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

નખત્રાણાના ટોડિયામાં શ્વાનોએ 50 ઘેટાં-બકરાંનો શિકાર કર્યો:પશુપાલક પરિવાર પર આર્થિક સંકટ, સહાયની માંગ ઉઠી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 26, 2026 👁 3 views
નખત્રાણાના ટોડિયામાં શ્વાનોએ 50 ઘેટાં-બકરાંનો શિકાર કર્યો:પશુપાલક પરિવાર પર આર્થિક સંકટ, સહાયની માંગ ઉઠી
કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના ટોડિયા ગામમાં શ્વાનોના હુમલાની એક ગંભીર અને અરેરાટીભરી ઘટના સામે આવી છે. ગામમાં પશુપાલન કરી જીવનનિર્વાહ ચલાવતા મુબારક ઈસા પિંજારા નામના પશુપાલકના વાડામાં શ્વાનો ઘૂસી આવ્યા હતા. આ હુમલામાં અંદાજે 50 જેટલા ઘેટાં-બકરાંના મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં ચિંતા વ્યાપી ગઈ છે. પશુપાલકની ગેરહાજરીમાં શ્વાનોએ વાડામાં પૂરાયેલા પશુઓનો શિકાર કર્યો પશુપાલક મુબારક પિંજારા પોતાના પશુપાલનના વ્યવસાય દ્વારા પરિવારનું ગુજરાન ચલાવે છે. ઘટના બની તે સમયે તેઓ જરૂરી દવા લેવા માટે ઘરેથી બહાર ગયા હતા. તેમની ગેરહાજરીમાં વાડામાં ઘૂસેલા શ્વાનોએ ત્યાં બંધાયેલા ઘેટાં-બકરાં પર હુમલો કરી દીધો હતો. વાડામાં પૂરાયેલા હોવાને કારણે પશુઓને બચવાની કોઈ તક મળી ન હતી. પરત ફરતાં વાડામાં મૃત પશુઓનો અંબાર દેખાયો, મોટા આર્થિક નુકસાનની ભીતિ જ્યારે મુબારક પિંજારા ઘરે પરત ફર્યા ત્યારે તેમણે વાડામાં મોટા પ્રમાણમાં ઘેટાં-બકરાંને મૃત હાલતમાં જોયા હતા. પ્રાથમિક અંદાજ અનુસાર આ હુમલામાં લગભગ ૫૦ ઘેટાં-બકરાંના મોત થયા છે, જ્યારે અન્ય કેટલાક પશુઓ ઈજાગ્રસ્ત થયા છે. સંપૂર્ણપણે પશુપાલન પર નિર્ભર આ પરિવાર માટે એકસાથે આટલા પશુઓ ગુમાવવાથી આવક અને રોજગારી પર ગંભીર અસર પડી છે. રખડતાં શ્વાનો સામે કાર્યવાહી અને સરકારી વળતર આપવા ગ્રામજનોની માંગ આ અરેરાટીભરી ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો અને પશુપાલકોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. સ્થાનિકોએ ગામમાં રખડતા શ્વાનોના ત્રાસ સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવાની માગ કરી છે. આ સાથે જ આર્થિક સંકટમાં મુકાયેલા પશુપાલક પરિવારને તાત્કાલિક ધોરણે સર્વેક્ષણ હાથ ધરીને યોગ્ય સરકારી સહાય અને વળતર ચૂકવવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan