Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

ન્યૂ એલ.જે. કોલેજમાં સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં હોબાળો:અચાનક તમામ કમ્પ્યુટર બંધ થતાં ઉમેદવારો અટવાયા; અધિકારીઓ જવાબ આપ્યા વિના રવાના

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 1, 2026 👁 2 views
ન્યૂ એલ.જે. કોલેજમાં સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં હોબાળો:અચાનક તમામ કમ્પ્યુટર બંધ થતાં ઉમેદવારો અટવાયા; અધિકારીઓ જવાબ આપ્યા વિના રવાના
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર અને સેનેટરી સબ ઇન્સ્પેક્ટર (ક્લાસ-3)ની કમ્પ્યુટર બેઝ્ડ રિક્રૂટમેન્ટ ટેસ્ટ (CBRT) દરમિયાન અમદાવાદની જાણીતી ન્યૂ એલ.જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી કેન્દ્ર ખાતે ભારે હોબાળો મચી ગયો હતો. પરીક્ષા શરૂ થયાના આશરે એક કલાક બાદ કેન્દ્રના તમામ કમ્પ્યુટર્સ અચાનક બંધ થઈ જતાં પરીક્ષા અધવચ્ચે જ ખોરંભાઈ ગઈ હતી. લાંબા સમય સુધી ટેકનિકલ ખામી ન ઉકલતાં અને સમય વેડફાતાં ઉમેદવારોમાં ભારે રોષ ફેલાયો હતો. આ દરમિયાન કેન્દ્ર પર હાજર રહેલા જવાબદાર અધિકારીઓ સંતોષકારક ખુલાસો આપ્યા વિના નીકળી ગયા હોવાનો આરોપ મૂકી ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો. બપોરની બીજી શિફ્ટમાં 4.31 વાગ્યે સર્જાઈ ટેક્નિકલ ખામી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ પરીક્ષાનું આયોજન બે અલગ-અલગ શિફ્ટમાં કરવામાં આવ્યું હતું, જેમાં સવારની શિફ્ટ પૂર્ણ થયા બાદ બપોરની શિફ્ટની પરીક્ષા ચાલી રહી હતી. ઉમેદવારોના જણાવ્યા અનુસાર, બપોરે 4.31 વાગ્યાના સુમારે અચાનક સમગ્ર કોલેજના તમામ કમ્પ્યુટર્સ એકસાથે બંધ થઈ ગયા હતા. સિસ્ટમ બંધ થઈ જતાં સ્ક્રીન બ્લૅન્ક થઈ ગઈ હતી અને પરીક્ષાર્થીઓ અટવાઈ પડ્યા હતા. ઘણા સમય સુધી કોઈ ઉકેલ ન આવતાં વિદ્યાર્થીઓ વર્ગખંડની બહાર દોડી આવ્યા હતા અને મેનેજમેન્ટ સામે સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. ‘અધિકારીઓ જવાબ આપ્યા વગર ભાગી છૂટ્યા, જવાબદારી કોણ લેશે?’ રોષે ભરાયેલા ઉમેદવારોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે એકસાથે તમામ કમ્પ્યુટર સિસ્ટમ કઈ રીતે બંધ પડી ગઈ? પરીક્ષા કેન્દ્ર પર હાજર સુપરવાઈઝર્સ કે વહીવટી અધિકારીઓમાંથી કોઈ પણ આ છબરડાની જવાબદારી સ્વીકારવા તૈયાર નહોતું. અધિકારીઓ 'સિસ્ટમ અમારા હાથમાં નથી' તેવા ગોળગોળ જવાબો આપી કેન્દ્ર છોડીને રવાના થઈ ગયા હતા. ઉમેદવારોએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે જો મેનેજમેન્ટ જ યોગ્ય ન હોય તો આવી બેદરકારીનો ભોગ મહેનતુ યુવાનોએ કેમ બનવું પડે? 5 વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું વિદ્યાર્થીઓએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, તેઓ છેલ્લાં પાંચ-પાંચ વર્ષથી સરકારી નોકરી માટે દિવસ-રાત તૈયારીઓ કરી રહ્યા છે. પરીક્ષામાં આવા અણઘડ આયોજનના કારણે તેમનો કિંમતી સમય અને તક બંને વેડફાઈ જાય છે. આ સમગ્ર છબરડાની નૈતિક જવાબદારી સ્વીકારીને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અસરગ્રસ્ત ઉમેદવારો માટે નવેસરથી પારદર્શક રીતે પુનઃપરીક્ષા (Re-exam) યોજવામાં આવે તેવી એકસૂર માગણી કરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan