crime
ઓ નેતાજી... ગાડી તો નંબર પ્લેટ વગરની છે!
રાજકોટમાં પોલીસ કમિશનરના ‘નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં’ના જાહેરનામા વચ્ચે ભાજપના નેતાઓ જ નંબર પ્લેટ વગરના વાહનોમાં જોવા મળતા ચર્ચા શરૂ થઈ છે. ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહ બાદ હવે રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડા નંબર પ્લેટ વગરની કાર સાથે જોવા મળ્યા હતા. મીડિયા દ્વારા ધ્યાન દોરવામાં આવતા નાગદાન ચાવડાએ પોતાની કારમાં નંબર પ્લેટ જાતે લગાવી હતી. અગાઉ વોર્ડ નંબર 1માં યોજાયેલી બાઇક રેલી દરમિયાન ડૉ. દર્શિતા શાહ પણ નંબર પ્લેટ વગરના ટુ-વ્હીલર પર જોવા મળ્યા હતા, જે અંગે પોલીસે દંડની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ નંબર પ્લેટ વગરના વાહનોને પેટ્રોલ, ડીઝલ કે CNG ન આપવાનો આદેશ છે, ત્યારે નિયમના અમલ વચ્ચે નેતાઓના વાહનોમાં જ નંબર પ્લેટ ન હોવાને લઈને સવાલો ઊઠી રહ્યા છે.
Read full article on News18 Gujarati