top
ઓનલાઈન શાકભાજી ઓર્ડર કરતા લોકો ચેતજો!
ઓનલાઈન ગ્રોસરી મંગાવતા હોવ તો સાવધાન, ભરૂચમાં ફૂડ વિભાગની આકસ્મિક તપાસ દરમિયાન Blinkitના સ્ટોરમાં ગંભીર બેદરકારી સામે આવી છે. ભરૂચના બ્લુચિપ કોમ્પ્લેક્સમાં આવેલા Blinkit સ્ટોરમાં તપાસ દરમિયાન બગડેલી હાલતમાં શાકભાજી મળી આવ્યા હતા. ઉપરાંત સ્ટોરમાં જરૂરી હાઈજેનિક કન્ડિશન જાળવવામાં આવતી ન હોવાનું અને વેસ્ટ આઈટમ, પૂઠા તથા અન્ય કચરાનો યોગ્ય રીતે નિકાલ ન થતો હોવાનું પણ સામે આવ્યું છે. આ ગંભીર ક્ષતિઓને પગલે ફૂડ વિભાગે સ્ટોર સંચાલકોને સુધારા નોટિસ ફટકારીને હાલ પૂરતો સ્ટોર બંધ કરાવ્યો છે. નોટિસમાં જણાવાયેલા મુદ્દાઓનું યોગ્ય પાલન કરી જરૂરી સુધારા કર્યા બાદ જ સ્ટોર ફરી શરૂ કરી શકાશે. ફૂડ વિભાગની આ કાર્યવાહી બાદ અન્ય ફૂડ સ્ટોર સંચાલકોમાં પણ ફફડાટ ફેલાયો છે, જ્યારે ઓનલાઈન ગ્રોસરી મંગાવતા ગ્રાહકોમાં પણ સવાલો ઊભા થયા છે.
Read full article on News18 Gujarati