Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

પારડી પોલીસ સ્ટેશનમાં પોલીસ પર હુમલો:નશાની હાલતમાં ઇસમને ચેક કરતાં ઝપાઝપી કરી; કોન્સ્ટેબલના હાથે ફ્રેક્ચર, 6 સામે ફરજમાં રૂકાવટનો ગુનો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 30, 2026 👁 3 views
પારડી પોલીસ સ્ટેશનમાં પોલીસ પર હુમલો:નશાની હાલતમાં ઇસમને ચેક કરતાં ઝપાઝપી કરી; કોન્સ્ટેબલના હાથે ફ્રેક્ચર, 6 સામે ફરજમાં રૂકાવટનો ગુનો
પારડી પોલીસ સ્ટેશનમાં નશાની હાલતમાં રહેલા ઇસમને ચેક કરતી વખતે પોલીસ કર્મચારી પર હુમલો કરી ફરજમાં રૂકાવટ ઊભી કરવાનો ગંભીર બનાવો બન્યો છે. ત્રણ પુરુષો અને બે મહિલાઓએ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી હતી, જેમાં કોન્સ્ટેબલનો હાથ ફ્રેક્ચર થયો હતો. આ મામલે પોલીસે 6 આરોપીઓ સામે ગુનો નોંધી તેમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. હોટેલમાં રૂમ ભાડે લેવા બાબતે વિવાદ સર્જાયો આ ઘટના 30 જૂન 2025ની રાત્રે બની હતી. પારડીના કલસર બે માઈલ વિસ્તારમાં આવેલી ‘મુન વિલા’ હોટેલમાં રૂમ ભાડે લેવા બાબતે બોલાચાલી થઈ હતી. ઓળખપત્ર માંગવા અને યુગલોને રૂમ આપવાનો ઇનકાર કરાતાં હોટેલ મેનેજર ઇરફાન પઠાણ સહિતના લોકોને પોલીસ સ્ટેશન લાવ્યા હતા. નશાની હાલતમાં રહેલા ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી પોલીસ સ્ટેશનમાં ઇરફાન પઠાણ સહિતના લોકો ઉશ્કેરાઈને બૂમાબૂમ કરવા લાગ્યા હતા. આ દરમિયાન એક ઇસમ નશાની હાલતમાં હોવાનું જણાતા PSI પટેલે તેની સામે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ તેને ચેક કરી રહ્યા હતા ત્યારે ઝપાઝપી શરૂ થઈ હતી. ધક્કામુક્કીમાં કોન્સ્ટેબલ લોકઅપના સળિયા સાથે અથડાયા આરોપીઓએ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહને ધક્કામુક્કી કરી લોકઅપના સળિયા સાથે તેમનો હાથ અથડાવી દીધો હતો. જેના કારણે તેમના જમણા હાથમાં ફ્રેક્ચર થયું હતું. ઇજાગ્રસ્ત કોન્સ્ટેબલને તાત્કાલિક સારવાર માટે પારડીની કુરૈશી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મહિલા હેડ કોન્સ્ટેબલની ફરિયાદ બાદ કાર્યવાહી મહિલા હેડ કોન્સ્ટેબલ હિનાબેનની ફરિયાદના આધારે ઇરફાન પઠાણ, વૈભવ ભોસલે, હિરન્મય સોનગુપ્તા, દિલપ્રીતસિંહ વિર્ક, પ્રેરણા અધિકારી અને રીયા ખાટુ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે તમામ 6 આરોપીઓની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan