crime
Patanના સમી હાઈવે પર બેફામ કારની ટક્કરે બાઈક સવાર હવામાં ફંગોળાયો, સારવાર દરમિયાન મોત
પાટણ જિલ્લાના સમી નજીક હાઈવે પર એક કાળજું કંપાવનારો અકસ્માત સર્જાયો છે. બેફામ ઝડપે આવી રહેલી એક i20 કારના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બાઈક સવારનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરૂણ મોત નિપજ્યું છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીરા હોટલ સામે સર્જાયો અકસ્માત સમી નજીક આવેલી વીરા હોટલ સામેથી બાઈક સવાર કાજી મહંમદહનીફ પસાર થઈ રહ્યા હતા. તે જ સમયે પુરપાટ ઝડપે આવી રહેલી i20 કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતાં બાઈકને જોરદાર ટક્કર મારી હતી. કારની ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક સવાર હવામાં ફંગોળાઈને રસ્તા પર પટકાયા હતા. આ અકસ્માતના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થતાં વાયરલ થયા છે. સમી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા કાજી મહંમદહનીફને તુરંત નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ઘટના સર્જાયા બાદ કાર ચાલક પોતાની i20 કાર (નંબર: GJ 24 BF 1323) ઘટનાસ્થળે જ મૂકીને અંધારાનો લાભ ઉઠાવીને ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે સમી પોલીસે ફરાર કાર ચાલક સામે ગુનો નોંધીને તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read full article on Sandesh