Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

પીએમ કિસાન યોજના: 24મો હપ્તો મેળવવા તરત કરો આ 2 કામ, નહીં તો પૈસા અટકશે

📰 Abp News 🕐 1 min read 📅 September 5, 2026 👁 2 views
પીએમ કિસાન યોજના: 24મો હપ્તો મેળવવા તરત કરો આ 2 કામ, નહીં તો પૈસા અટકશે

PM Kisan 24th installment date: દેશભરના લાખો ખેડૂતો માટે ફરી એકવાર એક ખૂબ જ રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી મહત્ત્વાકાંક્ષી 'પીએમ કિસાન સન્માન નિધિ યોજના' હેઠળ ખેડૂતોને ટૂંક સમયમાં જ 24મા હપ્તાની રકમ મળવાની છે. પ્રાપ્ત થતી માહિતી અને યોજના સાથે સંકળાયેલા નિષ્ણાતોના મતે, આગામી ઓક્ટોબર મહિનામાં ખેડૂતોના બેંક ખાતામાં આર્થિક સહાયના 2000 રૂપિયા જમા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર આ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક કુલ 6000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે, જે 2000 રૂપિયાના 3 સમાન હપ્તામાં સીધા જ તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. અગાઉ સરકારે જૂન મહિનામાં 23મો હપ્તો જારી કર્યો હતો. હવે 4 મહિનાના અંતરાલ બાદ ઓક્ટોબરમાં નવરાત્રિ અને અન્ય હિન્દુ તહેવારોની શરૂઆત સાથે જ 24મો હપ્તો રિલીઝ થવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે.

ઈ-કેવાયસી અને જમીન ચકાસણી વિના નહીં મળે પૈસા

આ વખતે સરકારે યોજનાના અમલીકરણ અને સમીક્ષા પ્રક્રિયાને વધુ કડક અને પારદર્શક બનાવી છે. જે ખેડૂતો આ આર્થિક સહાય મેળવવા માંગે છે, તેમના માટે ઈ-કેવાયસી (e-KYC) અને જમીનની ચકાસણી (Land Seeding) પૂર્ણ કરવી અત્યંત ફરજિયાત છે. આનો સીધો અર્થ એ છે કે ખેડૂતોની જમીનની સચોટ માહિતી પીએમ કિસાન પોર્ટલના રેકોર્ડ સાથે જોડાયેલી અને ચકાસાયેલી હોવી જોઈએ. ફક્ત તે જ ખેડૂતો પીએમ કિસાન યોજનાના 24મા હપ્તા માટે પાત્ર ગણાશે જેમની જમીનની વિગતો રાજ્ય સરકારના મહેસૂલ રેકોર્ડમાં સત્તાવાર રીતે નોંધાયેલી હશે.

કેટલાક ખેડૂતોને મળશે 4000 રૂપિયાનો લાભ

આ વખતના હપ્તાની એક સૌથી મોટી વિશેષતા એ છે કે કેટલાક પાત્ર ખેડૂતોને 2000 રૂપિયાના બદલે એકસાથે 4000 રૂપિયાની રકમ મળવાની સંભાવના છે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે અગાઉ 23મા હપ્તા વખતે ઘણા ખેડૂતોના ઈ-કેવાયસી અધૂરા હતા અથવા તેમની જમીનની ચકાસણી બાકી હતી, જેના કારણે તેમના ખાતામાં સહાયની રકમ જમા થઈ શકી ન હતી. પરંતુ હવે, જે ખેડૂતોએ પોતાની અટકાવેલી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધું છે, તેમને અગાઉનો બાકી રહેલો 23મો હપ્તો અને આગામી 24મો હપ્તો એમ બંને મળીને કુલ 4000 રૂપિયા ચૂકવવામાં આવશે.

આ રીતે ચકાસો તમારી ઓનલાઈન સ્થિતિ

જો કોઈ ખેડૂત ભાઈઓને તેમની જમીનની સ્થિતિ કે નોંધણીને લઈને કોઈ સમસ્યા જણાય, તો તેમણે સૌથી પહેલા પોતાના જિલ્લાના મહેસૂલ વિભાગનો સંપર્ક કરી સરકારી રેકોર્ડમાં જરૂરી સુધારા કરાવવા પડશે. આ ઉપરાંત, તમે ઘેરબેઠા પણ તમારું સ્ટેટસ ચેક કરી શકો છો:

સૌ પ્રથમ પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઈટ pmkisan.gov.in ની મુલાકાત લો.

હોમપેજ પર 'તમારી સ્થિતિ જાણો' (Know Your Status) વિકલ્પ પર ક્લિક કરો.

ત્યારબાદ તમારો નોંધણી (રજિસ્ટ્રેશન) નંબર અને સ્ક્રીન પર દેખાતો કેપ્ચા કોડ દાખલ કરો.

છેલ્લે, તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવતો OTP દાખલ કરીને લોગ-ઈન કરો.

અહીં તમને તમારા હપ્તા અને ખાતાની સંપૂર્ણ માહિતી મળી જશે.

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan