top
ગોધરા તાલુકામાં PM કિસાન યોજનાના 24મા હપ્તા રિલીઝના કાર્યક્રમો યોજાયા:ઓરવાડામાં ધારાસભ્ય સી.કે. રાઉલજી હાજર રહ્યા; કાંકણપુર અને કંકુથાંભલામાં પણ કાર્યક્રમો થયા
ગોધરા તાલુકામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 24મા હપ્તાની સહાયના હસ્તાંતરણ નિમિત્તે અલગ-અલગ સ્થળોએ કાર્યક્રમો યોજાયા. ધારાસભ્ય સી.કે. રાઉલજી સહિતના આગેવાનો હાજર રહ્યા. ઓરવાડામાં યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય સી.કે. રાઉલજી ખેડૂતમિત્રો સાથે વાતચીત કરી હતી. તેમણે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. ખેડૂતમિત્રો અને ગ્રામજનો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનનું જીવંત પ્રસારણ પણ નિહાળ્યું. કાંકણપુરમાં યોજાયેલા કાર્યક્રમમાં APMCના ચેરમેન માલવદીપસિંહ રાઉલજી હાજર રહ્યા હતા. કંકુથાંભલામાં કુલદીપસિંહ સોલંકીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો. બનાસકાંઠાના ભીલડીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોજનાના 24મા હપ્તા તરીકે દેશભરના ખેડૂત પરિવારોના બેંક ખાતામાં આશરે ₹19,000 કરોડની સહાય સીધી જમા કરાવી હતી.
Read full article on Divya Bhaskar