Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

PM આવાસના મકાનો અપાવવા 4.07 લાખની લાંચ લેતા વૃદ્ધ ઝડપાયો:સેટિંગ કરાવીને મકાન અપાવાનું કહીને લોકોને છેતરતો, ACBએ શાહીબાગમાંથી દબોચ્યો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 16, 2026 👁 1 views
PM આવાસના મકાનો અપાવવા 4.07 લાખની લાંચ લેતા વૃદ્ધ ઝડપાયો:સેટિંગ કરાવીને મકાન અપાવાનું કહીને લોકોને છેતરતો, ACBએ શાહીબાગમાંથી દબોચ્યો
ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો મળતા હોય છે ત્યારે લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનો અપાવવામાં સેટિંગ કરાવવાના બહાને લાંચ માગનાર શખ્સની ગુજરાત ACB દ્વારા ધરપકડ કરવામાં આવી છે. નારણપુરામાં રહેતા 76 વર્ષીય વૃદ્ધ દ્વારા મકાન અપાવવામાં સેટિંગ કરાવવાના બહાને રૂ. 4.07 લાખની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા છે. સેટિંગ કરી મકાન ફાળવી આપવાનો ભરોસો આપી 3.82 લાખ પડાવ્યા હતા ACBમાં ફરિયાદ કરનાર ફરીયાદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન મેળવવા અગાઉ ફોર્મ ભર્યું હતું પરંતુ મકાન મળ્યું નહોતું. જેથી તેઓ નારણપુરા વિસ્તારમાં હરીચંદ્ર પાર્કમાં રહેતા 76 વર્ષીય સુરેશકુમાર દશરથભાઇ પંડ્યાના સંપર્કમાં આવ્યા હતાં. સુરેશભાઈએ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સેટિંગ કરી મકાન ફાળવી આપવાનો ભરોસો આપી ફરિયાદી પાસેથી અગાઉ રૂ.3.82 લાખ લાંચ રૂપે મેળવી લીધા હતા. 4.07 લાખની લાંચ લેતા રંગેહાથ શાહીબાગમાંથી દબોચાયો અન્ય એક શખશ પાસેથી પણ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન અપાવવાનો વિશ્વાસ આપીને રૂ.5.75 લાખની માગણી કરી હતી. લાંચ આપવાની રકમમાં રકઝકના અંતે રૂ.4.07 લાખની લાંચની રકમ નક્કી કરી હતી. પરંતુ ફરિયાદી આ લાંચના નાણા આપવા માંગતા ન હોવાથી તેઓએ ACBનો સંપર્ક કરતાં ફરિયાદીની ફરિયાદ આધારે શાહીબાગ સ્વામિનારાયણ મંદિરના ગેટ પાસે સીડી પર લાંચનું છટકુ ગોઠવતા સુરેશભાઈએ ફરીયાદી પાસેથી લાંચના રૂ . 4.07 લાખ સ્વીકારી લેતા એસીબીએ રંગે હાથ ઝડપી લીધા હતા. હાલમાં સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan