Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

વિકસિત ભારતને નવી દિશા આપી રહ્યુ છે પુણે, દુનિયાભરમાં દેશની ચર્ચાઃ PM મોદી

📰 Sandesh 🕐 1 min read 📅 November 3, 2026 👁 1 views
વિકસિત ભારતને નવી દિશા આપી રહ્યુ છે પુણે, દુનિયાભરમાં દેશની ચર્ચાઃ PM મોદી
મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી પુણે મેટ્રોની બહુપ્રતિક્ષિત લાઇન-3 નું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું. આ નવો મેટ્રો કોરિડોર માન-હિંજેવાડીથી શિવાજીનગર સુધી 23.203 કિલોમીટર લાંબો છે, જેમાં એકંદરે ૨૩ સ્ટેશનો બનાવવામાં આવ્યા છે. શરૂઆતના તબક્કામાં 17 સ્ટેશનો મુસાફરો માટે ખુલ્લા મૂકવામાં આવશે અને 4 નવેમ્બરના રોજ સવારે 6 વાગ્યાથી મેટ્રો સેવાઓ વિધિવત રીતે શરૂ થઈ જશે. આ નવી લાઇનથી પુણેના મુખ્ય આઇટી હબ, વાણિજ્યિક વિસ્તારો અને જૂના-નવા પ્રદેશો વચ્ચે પરિવહન અત્યંત સરળ અને ઝડપી બનશે. જૂની સરકારો પર આકરા પ્રહારો અને સુશાસનની વાત ઉદ્ઘાટન સમારોહને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ લોકલક્ષી અને સક્રિય સુશાસનનું એક ઉત્તમ ઉદાહરણ છે. અગાઉની કોંગ્રેસ સરકારની કાર્યશૈલી પર પ્રહારો કરતા તેમણે કહ્યું કે, દેશમાં પહેલી મેટ્રો ૧૯૮૪માં શરૂ થઈ હતી, પરંતુ તે પછીના ૩૦ વર્ષોમાં માત્ર ૨૪૮ કિલોમીટર મેટ્રો લાઇન બની હતી અને ૨૦૧૪ સુધી દેશના માત્ર પાંચ શહેરોમાં જ મેટ્રો હતી. જો એ જ જૂની વિચારસરણી અને કલ્ચર ચાલુ રહ્યું હોત, તો મેટ્રોને પુણે સુધી પહોંચવામાં અડધી સદી કે વધુ દાયકાઓ નીકળી ગયા હોત. 'સરળ જીવન સૂચકાંક' અને શહેરી સક્ષમતા વડા પ્રધાને ઉમેર્યું કે ૨૦૧૪માં એનડીએ (NDA) સત્તામાં આવ્યા બાદ શહેરોમાં રહેતા મધ્યમ વર્ગ માટે 'ઈઝ ઓફ લિવિંગ' (સરળ જીવન) અને પરિવહનની સુવિધા સુનિશ્ચિત કરવાના સંકલ્પ સાથે કામ કરવામાં આવ્યું છે. આજે કોઈપણ શહેરનું મૂલ્યાંકન બે બાબતો પર થાય છે: તેની સ્પર્ધાત્મકતા અને સરળ જીવન સૂચકાંક. મેટ્રો પ્રોજેક્ટ્સ આ બંને ક્ષેત્રોમાં સકારાત્મક ફાળો આપે છે. શહેરોને દેશની આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રો ગણાવતા પીએમ મોદીએ ફેબ્રુઆરીમાં મંજૂર કરાયેલા ₹૧ લાખ કરોડના 'અર્બન ચેલેન્જ ફંડ' નો પણ ઉલ્લેખ કર્યો હતો, જેનો હેતુ દેશના નાના શહેરોને વિકાસ કેન્દ્રોમાં બદલવાનો અને ખાનગી રોકાણ આકર્ષવાનો છે. પુણે અને વિકસિત ભારતનો સંકલ્પ પીએમ મોદીએ પુણેની પ્રશંસા કરતા કહ્યું કે આ શહેર આઇટી, ઓટોમોબાઇલ, ફાર્મા અને સ્ટાર્ટઅપ્સનું મુખ્ય કેન્દ્ર છે અને તે દેશના યુવાનો માટે સપના પૂરા કરવાનું સ્થળ છે. ૧૦ વર્ષ પહેલાં તેમણે જ આ મેટ્રો કામનો શિલાન્યાસ કર્યો હતો અને આજે તેના વિસ્તરણનો લાભ લોકોને મળી રહ્યો છે. અંતમાં તેમણે ઉમેર્યું કે આજે ભારત સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા હોવાની સાથે ગરીબી નાબૂદીમાં પણ વિશ્વમાં ઝડપથી આગળ વધી રહ્યું છે.
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan