top
PMના નવસારી પ્રવાસ પહેલા દરિયાઈ સરહદે સઘન સુરક્ષા:મરીન ટાસ્ક ફોર્સે ધોલાઈથી બિગરી સુધી ફૂટ પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું
વડાપ્રધાનના આગામી નવસારી પ્રવાસને ધ્યાનમાં રાખીને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક બનાવી દેવામાં આવી છે. દરિયાઈ સરહદ મારફતે કોઈ પણ અનિચ્છનીય પ્રવૃત્તિ કે સુરક્ષામાં ચૂક ન થાય તે માટે નવસારી જિલ્લાના કોસ્ટલ વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓની દેખરેખમાં આયોજન ઓપરેશન એટીએસ (ATS) અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાਰ વિશ્વકર્મા, દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એમ. મુનિયા તેમજ હજીરા (સુરત)ના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના સીધા માર્ગદર્શન હેઠળ આ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. લેન્ડિંગ પોઇન્ટથી લઈને અવાવરૂ સ્થળોનું સઘન ચેકિંગ આ અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના લેન્ડિંગ પોઇન્ટ ધોલાઈ બંદરથી પોંસરી અને બિગરી સુધીના દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. નવસારી સેક્ટરના પોલીસ ઇન્સ્પેક્ટર યુ.જે. પટેલની આગેવાની હેઠળ મરીન કમાન્ડોની વિવિધ ટીમો બનાવી સંયુક્ત કામગીરી હાથ ધરાઈ છે. પેટ્રોલિંગ દરમિયાન કોસ્ટલ વિસ્તારમાં આવ-જા કરતી શંકાસ્પદ બોટો, વાહનો, શંકાસ્પદ હિલચાલ ધરાવતા વ્યક્તિઓ તેમજ દરિયાકાંઠાના અવાવરૂ સ્થળોનું ઝીણવટપૂર્વક ચેકિંગ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના પ્રવાસને લઈને સમગ્ર દરિયાકાંઠાના બેલ્ટને હાઈ એલર્ટ પર રાખીને ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
Read full article on Divya Bhaskar