crime
PM આવાસના નામે તોડ કરતી કશ્યપ અને જીલની ટોળકી સામે 9લાખની ઠગાઇની વધુ એક ફરિયાદ
વડોદરામાં PM આવાસ યોજનાના કૌભાંડમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. ગોત્રી રોડના પ્રતીકકુમાર બારોટ પાસેથી ભાજપના હોદ્દેદારના પુત્ર કશ્યપ જોષી અને જીલ બારોટની ટોળકીએ દુકાન આપવાના બહાને 9.05 લાખ રૂપિયા પડાવ્યા હતા. જૂન 2025માં આ ટોળકીએ કોર્પોરેશનના સહી-સિક્કાવાળી નકલી રસીદ આપી હતી. માર્ચ 2026માં દસ્તાવેજ ન થતા પ્રતીકકુમારને શંકા ગઈ અને તેમણે ગોરવા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે.
Read full article on Gujaratsamachar