politics
PM મોદીના જન્મદિવસ પર વેરાવળમાં પ્રાર્થના:મહાકાલેશ્વર મંદિરે 250 દીપ પ્રગટાવી દીર્ઘાયુની કામના કરાઈ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને તેમના સેવા, સુશાસન તથા સમર્પણના 25 વર્ષની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વેરાવળની હુડકો સોસાયટીના સામાજિક કાર્યકર અરુણભાઈ જેબર દ્વારા પૂજા-આરતી કરીને પ્રાર્થના કરવામાં આવી. વેરાવળના સામાજિક કાર્યકર અરુણભાઈ જેબર ઘણા વર્ષોથી હુડકો સોસાયટીના રહેવાસીઓ માટે સામાજિક કાર્યોમાં સક્રિય છે. તેઓ અનેક તહેવારોમાં જરૂરિયાતમંદ પરિવારોને વસ્તુઓનું વિતરણ કરીને સામાજિક સેવા કરતા રહે છે. વડાપ્રધાનના જન્મદિવસ અને 25 વર્ષની ઉજવણી દેશભરમાં થઈ રહી છે. તેના ભાગરૂપે હુડકો સોસાયટીમાં આવેલા મહાકાલેશ્વર મહાદેવ મંદિરે 250 આશીર્વાદના દીપ પ્રગટાવવામાં આવ્યા. અરુણભાઈ જેબર, તેમના પરિવારજનો અને સત્સંગ મંડળની બહેનોએ PM મોદીના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી. આ ઉપરાંત, હુડકો સોસાયટીમાં રાજા આવ્યા ગણપતિ બાપાની સ્થાપનામાં પૂજા-આરતી અને પ્રસાદી પણ આપવામાં આવી હતી. અરુણભાઈ જેબરે જણાવ્યું કે, સમગ્ર રાષ્ટ્ર મોદી સાહેબનો જન્મદિવસ ઉજવી રહ્યું છે, ત્યારે તેઓ હુડકો સોસાયટીમાં દરેક તહેવારોની ઉજવણી કરે છે. આ ઉજવણીમાં મહાકાલેશ્વર મંદિરના પૂજારી, એડવોકેટ બકુલાબેન ડાભી, સત્સંગ મંડળની બહેનો અને મંદિરે આવતા ભક્તજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
Read full article on Divya Bhaskar