top
PM મોદીની ડિગ્રી જાહેર કરવાના કેસમાં હાઈકોર્ટમાં સુનાવણી:અરવિંદ કેજરીવાલે કહ્યું- 'તેને વડાપ્રધાનની ડિગ્રી માગતી કોઈ RTI કરી નથી, 25 હજારનો દંડ પણ ખોટો'
PM મોદીની ડિગ્રી જાહેર કરવાના કેસમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા અરવિંદ કેજરીવાલને રૂ. 25 હજારનો દંડ ફટકારાયો હતો. ત્યારબાદકેજરીવાલ તરફથી સિંગલ જજના ચુકાદા સામે રિવ્યૂ અરજી કરવામાં આવતા સિંગલ જજે નકારી નાખી હતી. જેની સામે કેજરીવાલે ડબલ જજની બેન્ચ સમક્ષ અપીલ દાખલી કરી છે. જેમાં આજે સુનાવણી યોજાઈ. અરવિંદ કેજરીવાલ વતી વકીલ અભિષેક મનુ સિંધવીએ રજૂઆત કરી સિંધવીએ અપીલ પર રજૂઆત કરતા કહ્યું, સિંગલ જજના હુકમમાં જણાવાયું છે કે PMની ડિગ્રી યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર છે, તે વાત ખોટી છે. વળી ચીફ ઇન્ફોર્મેશન કમિશનરે કેજરીવાલને પ્રશ્ન કર્યો હતો કે, તમારી એજ્યુકેશન સંબંધી માહિતી માંગતી RTIમાં તેને જાહેર કરી શકાય કે કેમ ? જેના જવાબમાં કેજરીવાલે કહ્યું હતું કે, હા તે જાહેર કરી શકાય પણ પણ બીજી RTIમાં PM ના અભ્યાસ અંગે માહિતી આપી નથી, માહિતી કમિશને સ્વતંત્ર રીતે કામ કરવું પડે. આમ CIC દ્વારા આ કેસ સુઓ મોટો પ્રક્રિયાથી ઉદભવ્યો હતો અને ગુજરાત યુનિવર્સિટીને CIC એ નિર્દેશ આપ્યા હતા. જેની સામે યુનિવર્સિટી હાઇકોર્ટમાં આવી હતી, કેજરીવાલ તો ફક્ત પક્ષકાર હતા. કોર્ટે કહ્યું હતું કે જો RTI અરજી કોઈ અરજદારે ના કરી હોય, તો RTI એક્ટ મુજબ તેને માહિતી મળે જ નહીં, આ કેસમાં આવું થયું નથી. કેજરીવાલ તરફથી તેમને ફટકારાયેલા દંડને લઈ વાંધો ઉઠાવ્યો કેજરીવાલ વતી કહેવાયું હતું કે, તેને RTI અરજી કરીને PMની ડિગ્રી માંગી નથી કે તેને હાઇકોર્ટમાં પણ અરજી કરી નથી છત્તા તેને 25 હજારનો દંડ કરાયો છે, તેની સામે તેમને વાંધો છે. કોર્ટે સરકારી વકીલને પૂછીને કહ્યું હતું કે, સરકાર આ દંડ રદ્દ કરવા તૈયાર છે, બાકીનો ચુકાદો જેમ છે તેમ રહેશે. જો કે કેજરીવાલે કહ્યું હતું કે સિંગલ જજના ચુકાદામાં તેમની વિરુદ્ધ ખોટી નોંધ કરાઈ છે, તેને પણ દૂર કરવી જોઈએ. આ મુદ્દે હવે સોલિસિટર જનરલ તુષાર મહેતા દલીલ કરશે કોર્ટે કહ્યું હતું કે RTIમાં માહિતી અધિકારીને સૂઓ મોટો પાવર હોતો નથી. જ્યારે અપીલકર્તા કેજરીવાલે જણાવ્યું હતું કે, તેઓએ RTI કરી નથી કે ના હાઇકોર્ટમાં અરજી કરી છે, આમ તેઓએ આ બાબતની શરૂઆત જ નથી કરી. તેઓએ તો ફક્ત પોતાના સંબંધની RTI માં જવાબ આપ્યો હતો. સિંગલ જજ પાસે CICના હુકમ સામે યુનિવર્સિટી ગઈ હતી, અપીલકર્તા નહીં.વળી હાઇકોર્ટે જે વેબસાઇટ કહી તેવી કોઈ વેબસાઇટ છે જ નહીં. હવે આ મુદ્દે સામા પક્ષે સોલિસિટર જનરલ તુષાર મહેતા દલીલો કરશે. જેની ઉપર આવતીકાલે સુનવણી યોજાય તેવી શક્યતા છે.
Read full article on Divya Bhaskar