Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

પંચમહાલ જિલ્લા પંચાયતમાં વ્યસની શિક્ષકનો મુદ્દો ગુંજ્યો:ઘોઘંબા શાળાના શિક્ષક પર નશામાં ફરજ બજાવવાનો આરોપ, કાર્યવાહી પર સવાલ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 24, 2026 👁 3 views
પંચમહાલ જિલ્લા પંચાયતમાં વ્યસની શિક્ષકનો મુદ્દો ગુંજ્યો:ઘોઘંબા શાળાના શિક્ષક પર નશામાં ફરજ બજાવવાનો આરોપ, કાર્યવાહી પર સવાલ
પંચમહાલ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં 'વ્યસની શિક્ષક'નો મુદ્દો ગુંજ્યો હતો. ઘોઘંબા તાલુકાની વાવ કુલ્લી ટેકરી ફળિયા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અમૃત પગી પર નશાની હાલતમાં ફરજ બજાવવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. આ સભા કાર્યકારી અધ્યક્ષ દિલીપ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ, DDO, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને અન્ય સભ્યોની હાજરીમાં યોજાઈ હતી. ખેત ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિના ચેરમેન ભારતસિંહ બારીઆએ દાવો કર્યો હતો કે, શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન તેમણે મુખ્ય શિક્ષક અમૃત પગીને નશાની હાલતમાં જોયા હતા. ચેરમેન બારીઆએ વધુમાં જણાવ્યું કે, આ શિક્ષકના કથિત વ્યસનને કારણે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા 130 થી ઘટીને 60 થી 70 પર પહોંચી ગઈ છે. આ મામલે ગત 25 જૂનના રોજ તાલુકા શિક્ષણ વિભાગમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં, આજદિન સુધી આ શિક્ષક સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેને ચેરમેને ગંભીર બેદરકારી ગણાવી હતી અને કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા હતા. પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન અરવિંદસિંહ પરમારે આ સમગ્ર મામલાને ગંભીર ગણાવી વ્યસની શિક્ષક વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવાની માંગ કરી છે. બીજી તરફ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગાયત્રીબેન પટેલે જણાવ્યું હતું કે આ રજૂઆત અન્ય જિલ્લાની છે. આ આરોપો અંગે મુખ્ય શિક્ષક અમૃત પગી (વાવકુલ્લી પ્રાથમિક શાળા) એ જણાવ્યું હતું કે, "હું 22 થી 23 વર્ષથી આ શાળામાં ફરજ બજાવું છું અને મને બદનામ કરવા આ રીતના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે." તેમણે આ આરોપોને ફગાવી દીધા હતા. વાવકુલ્લી ગ્રામ પંચાયતના સરપંચ ગોવિંદ બારીયાએ જણાવ્યું હતું કે, "શિક્ષક કાયમ માટે નશો કરીને આવે છે. તેમની બદલી માટે રજૂઆત કરવામાં આવી છે, છતાં હજુ સુધી બદલી થઈ નથી."
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan