Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

પોક્સો કેસનો 9 વર્ષથી ફરાર આરોપી મહારાષ્ટ્રથી પકડાયો:ધરપકડથી બચવા મોટરસાઇકલના ટાયરમાં પગ નાખી પોતાને ઇજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 17, 2026 👁 1 views
પોક્સો કેસનો 9 વર્ષથી ફરાર આરોપી મહારાષ્ટ્રથી પકડાયો:ધરપકડથી બચવા મોટરસાઇકલના ટાયરમાં પગ નાખી પોતાને ઇજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો
ભુજ શહેરમાં દાખલ થયેલા પોક્સો સહિતના ગંભીર ગુનામાં છેલ્લા નવ વર્ષથી પોલીસથી ફરાર આરોપીને પશ્ચિમ કચ્છની પેરોલ ફર્લો સ્કોડ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્રમાંથી પકડ્યો છે. આરોપીનું નામ અમરાવતી જિલ્લાના અચલપુર ખાતે રહેતો 28 વર્ષીય સાજીદ અખતરખાન છે. આ આરોપી સામે ભુજ શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2017 દરમિયાન ગુનો દાખલ થયો હતો. ત્યારબાદ અદાલત દ્વારા તેની સામે પકડ વોરંટ પણ કાઢવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, ભુજ શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 363, 366 અને 114 ઉપરાંત પોક્સો એક્ટની કલમ 4 અને 8 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલે ભુજની અધિક જિલ્લા અને સેશન્સ કોર્ટમાં પોક્સો કેસ નં. 33/2018 ચાલતો હતો. આરોપી લાંબા સમયથી પોલીસની પકડથી બહાર હોવાથી તેને શોધી કાઢવા માટે ખાસ પ્રયાસો કરવામાં આવ્યા હતા. ટીમ મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના અચલપુર પહોંચી હતી. ત્યાં તપાસ દરમિયાન ટેકનિકલ તપાસ અને ખાનગી બાતમીથી આરોપી હાલમાં મોર્શી વિસ્તારમાં રહેતો હોવાની માહિતી મળી. સ્થાનિક પોલીસની મદદથી મોર્શી ખાતે તપાસ કરતા આરોપી મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપીને પોલીસ સ્ટેશન લઈ જતી વખતે તેણે પોલીસની કામગીરીમાં રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેણે મોટરસાઇકલના ટાયરમાં પગ નાખી પોતાને ઇજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું. પગમાં ઇજા થતા તેને સારવાર માટે લઈ જવાયો હતો. બાદમાં જરૂરી ડોક્ટરી તપાસ પૂરી કરી આરોપીનો કબજો પશ્ચિમ કચ્છની ટીમે લીધો હતો. ભુજ પરત લાવવામાં આવતા રસ્તામાં ગુજરાતના આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ખાનપુર ખાતે આવેલા PHC સેન્ટર પર પણ તેના પગની સારવાર અને ડ્રેસિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આરોપીનો કબજો આગળની કાર્યવાહી માટે ભુજ શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. નવ વર્ષથી પેન્ડિંગ પકડ વોરંટ બજાવ્યા બાદ હવે આ કેસમાં કાયદેસરની કાર્યવાહી આગળ વધશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan