crime
પોલીસને બગાસું ખાતા પતાસું આવ્યું
પાલોદ પોલીસને બગાસું ખાતા પતાસું હાથે લાગ્યું છે. ઘટના જાણે એમ બની કે કીમ ચાર રસ્તા નજીક એક્સપ્રેસ હાઈવે નજીક છોટા હાથી ટેમ્પો ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, આ બનાવ અંગેની જાણ થતાં જ પાલોદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ટેમ્પોને ટોઈંગ કરીને પોલીસ સ્ટેશન ખાતે લવાયો હતો. જો કે ત્યારબાદ પોલીસને શંકા જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરતા ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા. બૂટલેગરે પોલીસથી બચવા માટે કેરબામાં છેદ કરી અંદર વિદેશી દારુ છૂપાવ્યો હતો. આ ઘટનાને પગલે પોલીસને જાણે બગાસુ ખાતા પતાસુ આવી ગયું હોય તેવી સ્થિત થઈ..ત્યારે સમગ્ર મામલે પાલોદ પોલીસે દારુનો આ જથ્થો કબજે કરીને દારુ ક્યાંથી લાવવામાં આવ્યો અને ક્યાં લઈ જવાતો હતો તે અંગે તપાસ આદરી છે.
Read full article on News18 Gujarati