Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Porbandar News: કુતિયાણામાં આકાશી આફત, કાસાબડ ગામે વીજળી પડતાં પશુપાલક અને ભેંસનું મોત

📰 Sandesh 🕐 1 min read 📅 September 14, 2026 👁 2 views
Porbandar News: કુતિયાણામાં આકાશી આફત, કાસાબડ ગામે વીજળી પડતાં પશુપાલક અને ભેંસનું મોત
પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના કાસાબડ ગામેથી એક અત્યંત દુઃખદ અને કરૂણ ઘટના સામે આવી છે. વિસ્તારમાં વરસી રહેલા વરસાદ વચ્ચે અચાનક વીજળી ત્રાટકતાં એક પશુપાલક અને તેમની ભેંસનું ઘટનાસ્થળે જ અકાળે મોત નીપજ્યું છે. આ આકાશી આફતના પગલે નાના એવા કાસાબડ ગામમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે. ભેંસ લઈને ઘરે પરત ફરતી વખતે કાળ ત્રાટક્યો મળતી માહિતી મુજબ, કાસાબડ ગામના રહીશ વિનુજી ઓડેદરા નામના પશુપાલક પોતાની ભેંસને લઈને સીમમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા. તે જ સમયે અચાનક ભારે ગરજના સાથે તેમની પર વીજળી પડી હતી. વીજળીનો આંચકો એટલો તીવ્ર હતો કે, વિનુજી ઓડેદરા અને તેમની ભેંસ બંનેનું સ્થળ પર જ મોત થઈ ગયું હતું. મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડાયો ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ ઘટના અંગે સ્થાનિક તંત્ર અને પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતક પશુપાલક વિનુજી ઓડેદરાના મૃતદેહને પંચનામું કર્યા બાદ પોસ્ટ મોર્ટમ અર્થે કુતિયાણાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પશુપાલકના અચાનક અવસાનથી તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ પણ વાંચો: Porbandar Rain Update: જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ, માધવપુરમાં એક કલાકમાં એક ઈંચ વરસાદ
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan