Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
business

પોર્ટલ પર નોંધાયેલી સફાઈ સંબંધિત સમસ્યાઓની નિયમાનુસાર રિજેક્ટ કરાઈ:સેનિટેશન વિભાગ દ્વારા ઓક્ટોબરમાં મળેલી 390 ફરિયાદોમાંથી 360નો નિકાલ કરાયો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 4, 2026 👁 4 views
પોર્ટલ પર નોંધાયેલી સફાઈ સંબંધિત સમસ્યાઓની નિયમાનુસાર રિજેક્ટ કરાઈ:સેનિટેશન વિભાગ દ્વારા ઓક્ટોબરમાં મળેલી 390 ફરિયાદોમાંથી 360નો નિકાલ કરાયો
મનપાના સેનિટેશન વિભાગ દ્વારા ઑક્ટોબરમાં મળેલી 390 ફરિયાદોમાંથી 360નો નિકાલ કરાયો છે. મનપાને વિવિધ ઓનલાઈન પોર્ટલ પર નોંધાયેલી સફાઈ સંબંધિત સમસ્યાઓની 22 અરજીઓ નિયમાનુસાર રિજેક્ટ કરાઈ છે. 8 પર કામગીરી ચાલુ છે પોરબંદર મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા નાગરિકોની સુવિધા અર્થે ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. શહેરીજનોને પ્રાથમિક સ્વચ્છતા અને સુઘડ વાતાવરણ મળી રહે તે માટે વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પર આવતી ફરિયાદોનું રિયલ-ટાઇમ નિરાકરણ લાવવા તંત્ર સતત કાર્યરત બન્યું છે. ગત ઑક્ટોબર માસ દરમિયાન વિવિધ સરકારી તેમજ ઓનલાઈન ફરિયાદ નિવારણ પોર્ટલ મારફતે સફાઈ સંબંધિત કુલ 390 ફરિયાદો તંત્રને મળી હતી. સેનીટેશન વિભાગે આ ફરિયાદોને ગંભીરતાથી લઈ સ્થળ પર સફાઈ કામદારો તેમજ સુપરવાઈઝરોને મોકલ્યા. 360 ફરિયાદોનો તાત્કાલિક તેમજ સફળતાપૂર્વક નિકાલ કર્યો છે. નિયમોના દાયરામાં ન આવતી કે અયોગ્ય એવી 22 ફરિયાદો પ્રક્રિયા અનુસાર રિજેક્ટ કરવામાં આવી હતી. હાલ બાકી રહેલી માત્ર 8 ફરિયાદો પર તબક્કાવાર કામગીરી ચાલી રહી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan