top
પ્રેમિકાના હત્યારાની જાહેરમાં 'સર્વિસ'! 100થી વધુ ડંડા ફટકાર્યા, VIDEO
ભાવનગર બસ સ્ટેન્ડમાં મહિલાની હત્યા કરનારા ફૈઝલને પોલીસે ઢીંચણીયે લાવી દીધો. આજે નિલમબાગ પોલીસ ફૈઝલને લઈને ST બસ સ્ટેન્ડમાં ઘટનાનું રિન્કટ્ર્ક્શન કરવા પહોંચી હતી. ત્યાં પોલીસે આરોપીની સરેઆમ સરભરા કરતા લોકોના ટોળા ઘટના સ્થળએ એકઠા થયાં હતા. જાહેરમાં પોલીસે આરોપી પર દંડાનો વરસાદ વરસાવતા લોકોએ પણ પોલીસની કામગીરીને બીરદાવી હતી. મહત્વનું છે કે તાજેતરમાં ભાવનગરના બસ સ્ટેન્ડમાં એક મહિલાને ઢોર માર મારીને હત્યા નિપજાવી દેવામાં આવી. રાક્ષસને પણ શરમાવે તેવું આ કૃત્ય કરનાર ફૈઝલ નામનો આરોપી અને મૃતક કાજલ બારૈયા લીવઈનમાં રહેતા હતા. આ દરમિયાન બંન્ને વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થતાં ફૈઝલે યુવતીને ઢોર માર્યો હતો અને સારવાર દરમિયાન યુવતીનું મૃત્યુ નિપજ્યું હતું. ત્યારે પોલીસે આજે આરોપીને કાયદાનો પાઠ ભણાવ્યો હતો.
Read full article on News18 Gujarati