Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

પરીક્ષા ઓક્ટોબરમાં, હોલટિકિટ ફેબ્રુઆરીની!:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 21મીથી સેમ.5 ના 32,644 વિદ્યાર્થીઓની એક્ઝામ, 150 સેન્ટર પર 75 ઓબ્ઝર્વર નિગરાની

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 16, 2026 👁 3 views
પરીક્ષા ઓક્ટોબરમાં, હોલટિકિટ ફેબ્રુઆરીની!:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 21મીથી સેમ.5 ના 32,644 વિદ્યાર્થીઓની એક્ઝામ, 150 સેન્ટર પર 75 ઓબ્ઝર્વર નિગરાની
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી તા. 21 ઓક્ટોબરથી 16 કોર્સની વિવિધ અભ્યાસક્રમોની પરીક્ષાઓમાં 32,644 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જોકે આ દરમિયાન એલએલબી સેમેસ્ટર ત્રણની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની શરૂઆતમાં 21મી ઓક્ટોબરના બદલે ફેબ્રુઆરીની હોલ ટિકિટ આપી દેવામાં આવી હતી. જોકે ત્યારબાદ છબરડો સામે આવતા પરીક્ષા વિભાગ દ્વારા ભૂલ સુધારવામાં આવી હતી. યુનિવર્સિટી દ્વારા 21 મી ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી પરીક્ષામાં બી.એ.સેમેસ્ટર-5માં સૌથી વધુ 9,889 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે બી.કોમ.સેમેસ્ટર-5માં 10,047 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ ઉપરાંત બીસીએ સેમેસ્ટર-5માં 4,480, બીબીએ સેમેસ્ટર-5માં 2,815 અને એલએલબી સેમેસ્ટર-5માં 1,496 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બીએ સેમેસ્ટર-5 એક્સટર્નલમાં 1,583, બીએસ.સી.સેમેસ્ટર-5માં 889 અને બી.એસ.ડબલ્યુ. સેમેસ્ટર-5માં 320 વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ ઉપરાંત અન્ય અભ્યાસક્રમોમાં બી.કોમ. સેમેસ્ટર-5 એક્સટર્નલમાં 229, બીઆરએસ સેમેસ્ટર-5માં 104, બીએસ.સી.એચ.એસ. સેમેસ્ટર-5માં 123, બીએસ.સી.આઇટી સેમેસ્ટર-5માં 346, બીએ એલએલબી સેમેસ્ટર-5થી 7-9માં 190 અને બીએ બીએડ સેમેસ્ટર-5થી 7માં 80 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે બીએ આઈડી સેમેસ્ટર-5માં 18 અને બીએસસી એમએસસી એપ્લાઇડ ફિઝિક્સ સેમેસ્ટર-5થી 7-9માં 35 વિદ્યાર્થીઓ નોંધાયા છે.આમ વિવિધ અભ્યાસક્રમોમાં કુલ 32,644 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan