Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

property Buy: ઘર ખરીદતા પહેલાં આ બાબતો જરૂર તપાસો, નહીં તો પૈસા ફસાઈ શકે છે

📰 Sandesh 🕐 1 min read 📅 August 22, 2026 👁 6 views
property Buy: ઘર ખરીદતા પહેલાં આ બાબતો જરૂર તપાસો, નહીં તો પૈસા ફસાઈ શકે છે
Home ખરીદવું એ દરેક વ્યક્તિ માટે એક મોટો નિર્ણય હોય છે. તેમાં ઘણાં પૈસા ખર્ચાય છે. તેથી ઘર પસંદ આવ્યા પછી તરત જ પૈસા આપવાનું યોગ્ય નથી. બની શકે કે ઘર બહારથી ખૂબ સારું દેખાતું હોય, પરંતુ તેના કાગળોમાં કોઈ મોટી સમસ્યા હોય. ક્યાંક ઘર કોઈ અન્ય વ્યક્તિના નામે તો નથી ને? તેના પર પહેલેથી લોન તો નથી ને? ઘર બનાવવાની યોગ્ય મંજૂરી મળી છે કે નહીં? આ બાબતોની પહેલાંથી જાણકારી મેળવવી ખૂબ જરૂરી છે. સૌથી પહેલાં જાણો કે ઘરનો માલિક કોણ છે સૌથી પહેલાં એ જાણો કે ઘર અથવા જમીન ખરેખર તે જ વ્યક્તિની છે કે નહીં, જે તેને તમને વેચી રહી છે. તેની પાસેથી ઘરની માલિકીના કાગળો માગો. જૂના કાગળો પણ તપાસો, જેથી જાણી શકાય કે આ ઘર અગાઉ કોના નામે હતું. જો ઘરના એકથી વધુ માલિક હોય, તો તમામ જરૂરી માલિકોની સંમતિ લેવી જરૂરી છે. જો તમે કોઈ બિલ્ડર પાસેથી ફ્લેટ ખરીદી રહ્યા છો, તો પ્રોજેક્ટ RERAમાં નોંધાયેલો છે કે નહીં, તે પણ તપાસવું જોઈએ. RERAમાં પ્રોજેક્ટની જમીન અને અન્ય જરૂરી માહિતી આપવામાં આવે છે. ઘર પર કોઈ લોન તો નથી ને એ તપાસ કરો ઘર ખરીદતા પહેલાં એ પણ તપાસ કરો કે ઘર પર પહેલેથી કોઈ બેંક લોન તો ચાલી રહી નથી. ઘણી વખત ઘરનો માલિક લોન લઈને ઘર ખરીદે છે અને બાદમાં તેને વેચવાનો પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં ખરીદદાર માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. તેથી માત્ર માલિકની વાત પર વિશ્વાસ ન કરો. કાગળોમાં પણ તપાસો કે ઘર પર કોઈ દેવું અથવા અન્ય કોઈ દાવો તો નથી. જો તમને કાગળો સમજવામાં મુશ્કેલી પડે, તો કોઈ સારા પ્રોપર્ટી વકીલની મદદ લઈ શકો છો. જો તમે એવું ઘર અથવા ફ્લેટ ખરીદી રહ્યા છો જે હજુ બની રહ્યું છે, તો તેને બનાવવાની યોગ્ય મંજૂરી મળી છે કે નહીં, તે તપાસવું ખૂબ જરૂરી છે. બિલ્ડર જે ઘર અને સુવિધાઓ બતાવી રહ્યો છે, તેને માત્ર તસવીરો જોઈને સાચું ન માની લો. એ પણ તપાસો કે બિલ્ડર પાસે ઘર બનાવવાનો મંજૂર નકશો છે કે નહીં. RERA પ્રોજેક્ટમાં બિલ્ડરે મંજૂર નકશા અને નક્કી કરેલા નિયમો પ્રમાણે જ કામ કરવાનું હોય છે. પૈસા આપતા પહેલાં કાગળોની યોગ્ય ખરાઈ કરો ઘરની કિંમત નક્કી થયા બાદ ઘણા લોકો ઉતાવળમાં કાગળો પર સહી કરી દે છે. આવું ન કરવું જોઈએ. સહી કરતા પહેલાં ધ્યાનથી જુઓ કે ઘરની કુલ કિંમત કેટલી છે, તમારે કેટલા પૈસા અને ક્યારે ચૂકવવાના છે અને ઘર ક્યારે મળશે. આ ઉપરાંત એ પણ જુઓ કે જો ઘર મળવામાં મોડું થાય તો શું થશે. RERAના નિયમ મુજબ, બિલ્ડર લેખિત અને રજિસ્ટર્ડ વેચાણ કરાર કર્યા વગર ઘર અથવા ફ્લેટની કિંમતના 10 ટકાથી વધુ પૈસા એડવાન્સ તરીકે લઈ શકતો નથી. જો ઘર બનીને તૈયાર છે, તો માત્ર ચાવી મળી જાય એટલે કામ પૂરું થતું નથી. એ પણ તપાસો કે ઘર માટે જરૂરી પ્રમાણપત્રો મળ્યા છે કે નહીં. સાથે જ એ પણ જુઓ કે ઘરની માલિકીના તમામ કાગળો યોગ્ય છે કે નહીં. બિલ્ડર પાસેથી ઘર સાથે જોડાયેલા જરૂરી કાગળો જરૂરથી લો અને તેમને સાચવીને રાખો. વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan