crime
ગુજરાત યુનિવર્સિટીમાં પોલીસ સાથે ઝપાઝપી,:પાટીલનું એક્સટેન્શન પર નિવેદન, PSIની 200 ભરતી, ડેડિયાપાડામાં 11 બાળકો ધુણ્યા
ગુ. યુનિ.માં કાર્યકર્તાઓની પોલીસ સાથે ઝપાઝપી ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામેના ખર્ચના આક્ષેપોને લઈને NSUIએ વિરોધ કર્યો ..કાર્યકર્તાઓએ તેમના પોસ્ટર પર લિપસ્ટિક લગાવી બંગડીઓ પછાડી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એક્સટેન્શનથી યુવાનોના હક છીનવાય છે: પાટીલ સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે નિવૃત્તિ બાદ સરકારી અધિકારીઓને અપાતા એક્સટેન્શનનો વિરોધ કર્યો અને કહ્યું કે તેનાથી યુવાનોની નોકરીની તકો ઘટે છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજરાત પોલીસમાં PSIની 200 નવી જગ્યાઓ મંજૂર ગુજરાત પોલીસમાં GSKY હેઠળ PSIની 200 નવી જગ્યાઓ મંજૂર, ભરતીનો માર્ગ મોકળો થયો.₹36,600થી ₹1,16,600ના પગારધોરણ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ વ્યવસ્થા વધુ મજબૂત બનશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો AAPએ 23 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી ગાંધીનગર મનપા ચૂંટણી માટે AAPએ 23 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી.. વોર્ડ-10માંથી ટ્રાન્સજેન્ડર એન્જલ માસીને ટિકિટ આપી. મેયર પદના ચહેરાની જાહેરાત ચૂંટણી બાદ થશે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ABVPનું સ્ટુડન્ટ્સ રેડ નામથી આંદોલન ABVPએ ગુજરાતભરની હોસ્ટેલોમાં ‘સ્ટુડન્ટ્સ રેડ’ આંદોલન જાહેર કર્યું, મેસ-કેન્ટીનમાં સરપ્રાઈઝ ચેકિંગ કરાશે. બેદરકારી બદલ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ કરાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વડોદરામાં ધોરણ 10ની વિદ્યાર્થિનીનો આપઘાત વડોદરાના મકરપુરામાં ધોરણ-10ની વિદ્યાર્થિનીએ પાંચ માળની ઈમારત પરથી કૂદી આપઘાત કર્યો. સ્કૂલેથી ઘરે આવ્યા બાદ બનેલી ઘટનામાં મોતનું કારણ અકબંધ, પોલીસે તપાસ શરૂ કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મારવાડી યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનો આપઘાત રાજકોટની મારવાડી યુનિવર્સિટીની મુળ આંધ્રપ્રદેશની વિદ્યાર્થિનીએ હોસ્ટેલના 10મા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો; આપઘાતનું કારણ અકબંધ, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો જનરલ બોર્ડ પૂર્વે કોંગ્રેસનો વિરોધ રાજકોટ મનપાની જનરલ બોર્ડ બેઠક પહેલાં કોંગ્રેસે આવાસ યોજનામાં ગેરરીતિના આક્ષેપ સાથે બેનરો દર્શાવી વિરોધ કર્યો. મટકી ફોડ કાર્યક્રમના ₹32 લાખના ખર્ચ, જેમાં ₹15 લાખ પેટીસ માટે હોવાનો દાવો, આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 7 મહિલાઓની આંગણવાડી મેનેજમેન્ટ કમિટી બનશે આંગણવાડી કેન્દ્રમાં હવે 7 સભ્યોની મહિલા આંગણવાડી મેનેજમેન્ટ કમિટી બનશે, જેમાં માતાઓ, આશા વર્કર અને મહિલા શિક્ષિકા જોડાશે. કમિટી દર બે મહિને આરોગ્ય અને પ્રી-સ્કૂલ પ્રવૃત્તિઓની સમીક્ષા કરશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આશ્રમશાળામાં એક સાથે 11 બાળકો ધુણ્યા! નર્મદાની મોસ્કુટ આશ્રમશાળામાં એક પછી એક 11 બાળકો અચાનક ધુણવા લાગતાં હોસ્પિટલ ખસેડાયા ફૂડ પોઈઝનિંગની આશંકા હતી પરંતુ કોઇ લક્ષણો ન જણાયા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
Read full article on Divya Bhaskar