crime
વડોદરામાં ભાજપ વિરોધી પોસ્ટર્સ:PSIએ સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી, મહારાષ્ટ્રની જેમ ખેડૂતોના દેવા માફીની માગ ઉઠી, દિવાળી પહેલા ઝડપાયો 40 હજાર કિલો શંકાસ્પદ માવો
વધુ બે ઉચ્ચ અધિકારીઓ ઘર ભેગા ઓપરેશન ગંગાજળ હેઠળ વધુ બે ઉચ્ચ અધિકારી ઘર ભેગા..રાણપુરના TDO ભોવાતરા અને શિનોરના TDO રાવની હકાલપટ્ટી..અત્યાર સુધીમાં અંદાજે 89 અધિકારી સામે એક્શન લેવાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો CM આવે તે પહેલા ભાજપ વિરોધી પોસ્ટર્સ લાગ્યા વડોદરામાં ભાજપની લોકતંત્ર બચાવો અરાજકતા હટાવો પદયાત્રા પહેલા #Pro modi-#Anti BJP'ના પોસ્ટર લાગ્યાં..પોસ્ટર કોણે લગાવ્યા તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ખેડૂતોના દેવા માફ કરવાની કિસાન કોંગ્રેસની માગ મહારાષ્ટ્ર સરકારની જેમ ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ કરવાની કિસાન કોંગ્રેસે માગ કરી.. દિવાળી પહેલા નિર્ણય લઈ જાહેરાત નહીં કરાય તો દિવાળી પછી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વન રક્ષકોના પડતર માંગણીઓને લઈ ધરણા ગાંધીનગરમાં વન રક્ષકો વિવિધ પડતર માંગણીઓને લઈ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે... રિસ્ક એલાઉન્સ, 48 દિવસની પગાર મર્યાદા હટાવવા અને ગ્રેડ-પે સુધારવા સહિતની 6 માગ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો PSIએ સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી ગાંધીનગરમાં મુખ્યમંત્રીની સિક્યોરિટીમાં ફરજ બજાવતા PSIએ સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી. ઘર કંકાસમાં પગલું ભર્યું હોવાની આશંકા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાધિકા કોલ્ડ સ્ટોરેજમાંથી ઝડપાયો શંકાસ્પદ માવો દિવાળી પહેલા અમદાવાદના ગોમતીપુરમાંથી ઝડપાયો 40 હજાર કિલો શંકાસ્પદ માવો...મીઠાઈ-ફરસાણના પણ નમુના લેવામાં આવ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ફોન ન વાપરવા ઠપકો આપતા વિદ્યાર્થીનો આપઘાત સુરતના સચિનમાં માતાએ મોબાઈલ વાપરવા મુદ્દે ઠપકો આપતા દીકરાએ આત્મહત્યા કરી લીધી. 11માં ધોરણમાં ભણતા વિદ્યાર્થિની પરીક્ષા હોવાથી માતાએ ફોન મુકી ભણવા બેસવાનું કહ્યું હતું આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પોક્સો કોર્ટે શિક્ષકને 4 વર્ષની કેદની સજા ફટકારી પાટણમાં સગીર વિદ્યાર્થીનીની જાતીય સતામણી કરનાર શિક્ષકને પોક્સો કોર્ટે 4 વર્ષની કેદ અને 25,000 રુ . દંડ ફટકાર્યો. જજ એમ.એે. શેખે 'ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ શ્લોક ટાંકી લંપટ શિક્ષકને સજા ફટકારી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટની રાહત અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને રાહત..હાઇકોર્ટે આપેલા જામીન રદ કરાવવા મનીષ ખૂંટે કરેલી અરજી સુપ્રીમ કોર્ટે નકારી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મહાલક્ષ્મી ગ્રેનાઈટમાં આગ ભભૂકી ગોતાના મહાલક્ષ્મી ગ્રેનાઇટમાં આગ લાગી. ફાયર બ્રિગેડની પાંચથી વધુ ગાડીઓએ પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી.. ગ્રેનાઈટના કારણે આગ લાગ્યાનું અનુમાન. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
Read full article on Divya Bhaskar