top
પતિએ રડતા રડતા હાથ જોડી કહ્યું- 'મારી નિશીને ન્યાય અપાવો':અમદાવાદમાં પોતાની નજર સામે પત્નીને ગુમાવી, 48 કલાક બાદ પણ અકસ્માત સર્જનાર ન ઝડપાતા દર્દ છલકાયું
અમદાવાદના શીલજ વિસ્તારમાં પતિની નજર સામે જ સર્જાયેલા અકસ્માતમાં પત્નીનું મોત નિપજ્યાને 2 દિવસ વિતી ચૂક્યા છે. પરંતુ, અકસ્માત સર્જનારનો હજી સુધી કોઈ પત્તો ન લાગતા પતિએ રડતા રડતા વીડિયો બનાવી મૃતક પત્નીને ન્યાય અપાવવા અપીલ કરી. 11મી સપ્ટેમ્બરે રાત્રિના સમયે અલગ અલગ વાહનોમાં હાર્દિક અને તેની પત્ની નિશિ પસાર થઈ રહ્યા હતા ત્યારે જ બુલેટ ગતિએ આવતા બાઈકચાલકે અડફેટે લેતા નિશિનું મોત નિપજ્યું. અકસ્માત સર્જયા બાદ બાઈકચાલક બાઈક મૂકી ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો. બે દિવસ બાદ પણ તેનો પત્તો ન લાગતા પતિએ વીડિયો બનાવી સવાલ ઉઠાવ્યો. ગરબા ક્લાસથી પરત ફરતી સમયે પતિની નજર સામે પત્નીનું મોત નિપજ્યું બોપલમાં રહેતો હાર્દિક દરજી પોતે કોરિયોગ્રાફર છે અને હાલમાં સાયન્સ સિટીમાં આવેલા બ્લુમિંગ કેમ્પમાં ગરબા ક્લાસ ચલાવે છે. બે મહિના પહેલા જ લગ્નગ્રંથીએ જોડાયેલા હાર્દિક અને પત્ની નિશિ 11મી સપ્ટેમ્બરે રાત્રે ગરબા ક્લાસમાં ગયા હતા. જ્યાંથી રાત્રઇના સમયે બંને અલગ અલગ વાહનોમાં ઘરે પરત ફરી રહ્યા હતા. બંને શીલજમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ પૂરઝડપે આવેલા પલ્સર બાઈકના ચાલકે રોકેટ ગતિએ નિશિના વાહનનો ટક્કર મારતા 10 ફૂટ ઢસડાઈ અને ઘટનાસ્થળે જ મોત નિપજ્યું.હચમચાવી નાખતી અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. (સંપૂર્ણ સમાચાર વાંચો) 2 દિવસ બાદ પણ આરોપી ન ઝડપાતા પતિએ ન્યાયની માગ કરી અકસ્માતના 48 કલાક બાદ પણ આરોપી ન પકડાતા હાર્દિકે રડતા રડતા વીડિયો બનાવ્યો.લોકોને અપીલ કરતા કહ્યું, મેં જે પોસ્ટ કરી છે તેમાં મને સપોર્ટ કરો.અકસ્માતના 48 કલાક બાદ પણ આરોપી પકડાયો નથી.પોલીસ કામ કરી રહી છે પરંતુ આરોપી હજુ દૂર છે.આરોપીને પકડીને કડક સજા અપાવવામાં આવે.બધા મારી નિશિને ન્યાય અપાવો.લોકો બેફામ ડ્રાઈવીંગ કરી રહ્યા છે જેના કારણે કેટલાય પરિવાર તૂટે છે. મારી મુખ્યમંત્રી, હર્ષ સંઘવી અને પોલીસ સમક્ષ માગ છે કે, આરોપીને પકડીને કડકમાં કડક સજા આપો.
Read full article on Divya Bhaskar