Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Punjabમાં હથિયારોની તસ્કરી કરતા ગેંગનો પર્દાફાશ, 10 પિસ્તોલ સાથે 2 આરોપી ઝડપાયા

📰 Sandesh 🕐 1 min read 📅 August 23, 2026 👁 2 views
Punjabમાં હથિયારોની તસ્કરી કરતા ગેંગનો પર્દાફાશ, 10 પિસ્તોલ સાથે 2 આરોપી ઝડપાયા
પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માનના નિર્દેશ હેઠળ ચાલી રહેલા સુરક્ષા અભિયાન દરમિયાન કાઉન્ટર ઈન્ટેલિજન્સ (CI) અમૃતસરને મોટી સફળતા મળી છે. પોલીસે ગેરકાયદે હથિયારોની તસ્કરી કરતા એક ગેંગનો પર્દાફાશ કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 10 આધુનિક પિસ્તોલ, મેગેઝિન અને 10 જીવતા કારતૂસ મળી આવ્યા છે. પંજાબના DGP ગૌરવ યાદવે રવિવારે આ કાર્યવાહી અંગે માહિતી આપી હતી. બંને આરોપીઓ વિદેશમાં બેઠેલા એક હેન્ડલરના સંપર્કમાં હતા ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ તરનતારણ જિલ્લાના હવેલિયા ગામના રહેવાસી ગુરપ્રીત સિંહ, પિતા ઇકબાલ સિંહ અને ગુરપ્રીત સિંહ, પિતા ગુલઝાર સિંહ તરીકે થઈ છે. DGPના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ વિદેશમાં બેઠેલા એક હેન્ડલરના સંપર્કમાં હતા. તેઓ ભારત-પાકિસ્તાન સરહદ પારથી ડ્રોન મારફતે ગેરકાયદે હથિયારોની ખેપ મેળવતા હતા. ત્યારબાદ આ હથિયારો પંજાબમાં અન્ય અસામાજિક તત્વો અને જૂથોને પહોંચાડવાના હતા. પોલીસે આરોપીઓ પાસેથી નવ 9MM પિસ્તોલ અને એક 30 બોરની પિસ્તોલ જપ્ત કરી છે. આ ઉપરાંત હથિયારો પહોંચાડવા માટે ઉપયોગમાં લેવાતી ગ્રે રંગની બજાજ પ્લેટિના મોટરસાઈકલ પણ જપ્ત કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી હથિયારો અને કારતૂસ મળી આવ્યા CI અમૃતસરને મળેલી ગુપ્ત માહિતીના આધારે અમૃતસર-અટારી GT રોડ પર ખાસા ગામ નજીક નાકાબંધી કરવામાં આવી હતી. બંને આરોપીઓને રોકી તલાશી લેતાં તેમની પાસેથી હથિયારો અને કારતૂસ મળી આવ્યા હતા. પોલીસ હવે આ સમગ્ર નેટવર્કના ફોરવર્ડ અને બેકવર્ડ લિન્કેજની તપાસ કરી રહી છે. સરહદ પારના આ હથિયાર તસ્કરી નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે અંગે પણ તપાસ ચાલી રહી છે. આ મામલે 22 ઓગસ્ટે SSOC અમૃતસર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ અને BNSની સંબંધિત કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે. આ પણ વાંચો : Uttar Pradesh : વારાણસીમાં સાયબર ઠગાઈના રેકેટનો પર્દાફાશ, 4 આરોપી ઝડપાયા
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan