crime
રાજકોટ: આ રસ્તે લોકોને ભૂતની નહીં, ખાડાની બીક લાગે છે!
ગુજરાતના આ રસ્તા પરથી નીકળતા લોકોને ભૂતની નહીં પરંતુ ખાડાની બીક લાગે છે. ધોરાજીમાં રેલવે ફાટક પાસે ઓવરબ્રિજનું કામ છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે. આ કામગીરીને લઈને જમનાવડ રોડથી જૂનાગઢ રોડ સુધીનો જે ડાયવર્ઝન માર્ગ આપવામાં આવ્યો છે, તેની હાલત એટલી હદે ખરાબ છે કે ત્યાંથી પસાર થવું કોઈ ખતરાથી ખાલી નથી. કોન્ટ્રાક્ટર દ્વારા ડાયવર્ઝન પર કોઈ પાકો કે સારો માટીનો રસ્તો ન બનાવતા, ચોમાસામાં અહીં ભયંકર કાદવ-કીચડ અને ખાડાઓ પડી ગયા છે. મહત્વનું છે કે જામનગરથી વેરાવળ તરફ જતા હજારો વાહનો આ રસ્તેથી પસાર થાય છે. ખાડાઓને કારણે વાહનોના પાર્ટ્સ તૂટી જાય છે અને ટાયરોમાં પંચર પડવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે.
Read full article on News18 Gujarati