crime
રાજકોટ હાઈપ્રોફાઇલ દારુપાર્ટી, નબીરાઓ મોઢું દેખાડવા જેવા ન રહ્યાં!
રાજકોટની હાઈપ્રોફાઈલ દારુની મહેફિલ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. પકડાયેલા તમામ આરોપીઓ જામીન મુક્ત થયાં છે. મહત્વનું છે કે ઝડપાયેલા 76 જેટલા આરોપીઓ પૈકી 38 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. ત્યારે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થતાં તમામ આરોપીઓ હવે જામીન મુક્ત થયાં છે. નવાઈની બાબત એ છે કે દારુપાર્ટી મામલે તાલુકા પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં આવી , કારણ કે આરોપીઓને કપડાં બદલાવીને પાછળના દરવાજેથી રવાના કરવામાં આવ્યા હોવાનો પણ આરોપ થઈ રહ્યો છે. ત્યારે કેટલાક આરોપીએ મીડિયાના કેમેરાથી બચવા માટે મોઢું છૂપાવીને ભાગતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયાં. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
Read full article on News18 Gujarati