Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

રાજકોટ જેલમાંથી પેરોલ પર ફરાર કેદી સુરેન્દ્રનગરમાંથી પકડાયો:9 સપ્ટેમ્બરે જેલમાં હાજર થવાને બદલે બહાર ફરી રહ્યો હતો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 20, 2026 👁 2 views
રાજકોટ જેલમાંથી પેરોલ પર ફરાર કેદી સુરેન્દ્રનગરમાંથી પકડાયો:9 સપ્ટેમ્બરે જેલમાં હાજર થવાને બદલે બહાર ફરી રહ્યો હતો
રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પર છૂટ્યા બાદ ફરાર થયેલા એક પાકા કામના કેદીને રાજકોટ રેન્જ ટીમે સુરેન્દ્રનગરથી પકડી પાડ્યો છે. આ કેદી નિયત તારીખે જેલમાં હાજર થયો ન હતો. પોલીસને મળેલી માહિતીના આધારે પાકા કામના કેદી ધર્મેશભાઈ રજનિકાંતભાઈ સોનીને પકડ્યો. ધર્મેશભાઈ સુરેન્દ્રનગરના અલ્કા ચોક, રૂપાળીમાના મંદિર પાસે, નવા જંકશન રોડના રહેવાસી છે. ધર્મેશભાઈ પેરોલ રજા પર હતા અને તેમને 9 સપ્ટેમ્બર, 2026ના રોજ જેલમાં પાછા ફરવાનું હતું. પરંતુ તેઓ હાજર ન થતા ફરાર થઈ ગયા હતા. તેમને સુરેન્દ્રનગર રીવરફ્રન્ટ નજીક આવેલા મેલડી માતાજીના મંદિર પાસેથી પકડી પાડવામાં આવ્યા. ધરપકડ બાદ તેમને સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. ત્યાંથી તેમને રાજકોટ મધ્યસ્થ જેલમાં હાજર કરવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan