Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઘી મોંઘુંદાટ: તહેવારોમાં અચાનક કેમ સર્જાઈ અછત? ભાવમાં 40 થી 50 રૂપિયાનો વધારો

📰 Abp News 🕐 1 min read 📅 November 2, 2026 👁 1 views
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઘી મોંઘુંદાટ: તહેવારોમાં અચાનક કેમ સર્જાઈ અછત? ભાવમાં 40 થી 50 રૂપિયાનો વધારો
Ghee Price Hike: દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે મીઠાઈઓ અને પકવાનો બનાવવા માટે ઘીની માંગમાં મોટો ઉછાળો આવ્યો છે. પરંતુ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના શહેરોમાં હાલ શુદ્ધ ઘીની ભારે અછત જોવા મળી રહી છે. આ અછતને પગલે બજારમાં ઘીના ભાવ આસમાને પહોંચ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં જ ઓરિજિનલ ઘીના ભાવમાં કિલોદીઠ 40 થી 50 રૂપિયાનો તોતિંગ વધારો નોંધાયો છે, જેના કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાયું છે. બજારમાં અચાનક ઘીની અછત કેમ ઊભી થઈ તે પાછળનું મુખ્ય કારણ આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી છે. છેલ્લા 3 થી 4 મહિનાથી રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ઘીના વેપારીઓ અને ડેરીઓ પર સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. નકલી ઘી પર તવાઈ અને અસલીની માંગ આરોગ્ય વિભાગના આ સઘન ચેકિંગ અને વારંવાર પડતી રેડના કારણે બજારમાં છડેચોક વેચાતા ડુપ્લીકેટ ઘીનું વેચાણ નોંધપાત્ર રીતે ઘટી ગયું છે. નકલી ઘી બજારમાંથી ગાયબ થતાં જ ગ્રાહકોનો ધસારો અસલી ઘી તરફ વધ્યો છે. એક તરફ ડુપ્લીકેટ ઘી બંધ થયું છે, તો બીજી તરફ દિવાળીનો સમય હોવાથી બજારમાં ઘીની માંગમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. માંગ સામે શુદ્ધ ઘીનો પૂરવઠો ઓછો હોવાથી સ્વાભાવિક રીતે જ ભાવમાં 40 થી 50 રૂપિયાનો સીધો વધારો ઝીંકાયો છે. આ ઉપરાંત, આ વર્ષે પડેલા દુષ્કાળની અસર પણ દૂધ અને ઘીના ઉત્પાદન પર સ્પષ્ટ જોવા મળી રહી છે. પશુઓ માટે ચારાની અછત અને અન્ય કારણોસર દૂધનું ઉત્પાદન ઘટ્યું છે, જેની સીધી અસર ઘીના બજાર પર પડી છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી આવક ઘટી રાજકોટ શહેર અને સૌરાષ્ટ્રના બજારોમાં મોટાભાગે શુદ્ધ ઘી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતું હોય છે. પરંતુ આ વખતે પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ છે. રાજકોટની એક ખાનગી ડેરીના સંચાલકે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ દિવાળીનો સમય છે અને ડુપ્લીકેટ ઘીનું વેચાણ ઘટતા ઓરિજિનલ ઘીના ભાવ વધ્યા છે. પહેલાં જે પ્રમાણમાં ગામડાંઓમાંથી ઘી આવતું હતું, તેની સરખામણીમાં હવે ખૂબ જ ઓછું ઘી બજારમાં ઠલવાઈ રહ્યું છે. સૌરાષ્ટ્રના ગામડાઓમાંથી રાજકોટમાં આવતા ઘીની આવક ઘટવી અને સામે તહેવારોની માંગ વધવી, આ બંને પરિબળોએ ભેગા મળીને અછતની સ્થિતિનું નિર્માણ કર્યું છે. પરિણામે, ગ્રાહકોએ મોંઘા ભાવે ઘી ખરીદવા મજબૂર થવું પડ્યું છે. આમ, એક બાજુ આરોગ્ય વિભાગની રેડથી લોકોના સ્વાસ્થ્ય સાથે થતાં ચેડાં અટક્યા છે, જે સારી બાબત છે. પરંતુ બીજી તરફ દુષ્કાળ અને તહેવારની માંગે શુદ્ધ ઘીના ભાવમાં વધારો કરી દીધો છે.
Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan