politics
રાજકોટમાં દારૂબંધીની ધજાગરા! ખુલ્લેઆમ દારૂ વેચાણના વીડિયો વાયરલ
રાજકોટમાં દારૂબંધીના અમલ સામે સવાલો ઉઠાવતો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. શહેરમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ અને સેવન થતું હોય તેવા વીડિયો વાયરલ થતાં ચકચાર મચી છે. વીડિયોમાં જોઈ શકાય છે, કે બુટલેગરોને જાણે પોલીસનો કોઈ ખૌફ જ ન હોય તેમ દેશી દારૂનો ખુલ્લેઆમ ધંધો ચાલતા દેખાઈ રહ્યા છે. વીડિયો વાયરલ થતાં જ પોલીસ હરકતમાં આવી હતી. DCP ઝોન-1 હેતલ પટેલની સૂચનાથી ગત મોડી રાત્રે પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન દેશી દારૂનો ધંધો કરતા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ વીડિયો સામે આવ્યા બાદ તાત્કાલિક કાર્યવાહી કરી બુટલેગરોની ધરપકડ કરવામાં આવી છે.
Read full article on News18 Gujarati